ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ODIમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

સ્ટોક્સે (Ben Stokes) ગયા મહિને જ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તે કેપ્ટન બનતાની સાથે જ ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ અને ભારત સામે સતત ટેસ્ટ મેચ જીતી હતી.

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ODIમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ODIમાંથી નિવૃત્તિની જાહેરાત કરી Image Credit source: Twitter/Ben Stokes
Follow Us:
| Updated on: Jul 18, 2022 | 5:36 PM

Ben Stokes : ઈંગ્લેન્ડના સુપરસ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે (Ben Stokes) ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. સ્ટોક્સે સોમવાર 18 જુલાઇએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. સ્ટોક્સે એ પણ જણાવ્યું કે મંગળવારે 19 જુલાઈના રોજ દક્ષિણ આફ્રિકા (England vs South Africa)વિરુદ્ધ પ્રથમ વનડે આ ફોર્મેટમાં તેની કારકિર્દીની છેલ્લી મેચ હશે. ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝ મંગળવારથી શરૂ થશે, જેની પ્રથમ મેચ ડરહામમાં રમાશે. આ રીતે સ્ટોક્સ પોતાના હોમ ગ્રાઉન્ડ પરથી ODI ક્રિકેટને અલવિદા કહી દેશે.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

હાલમાં જ ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત થયેલા સ્ટોક્સે એક લાંબા નિવેદનમાં પોતાના નિર્ણયનો ખુલાસો કર્યો અને તેનું કારણ પણ જણાવ્યું, જે ખરેખર ચિંતાજનક છે. સ્ટોક્સે કહ્યું, “હું મંગળવારે ડરહામમાં ઈંગ્લેન્ડ માટે ODI ક્રિકેટમાં મારી છેલ્લી મેચ રમીશ. મેં આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય લેવો ઘણો મુશ્કેલ હતો. મેં મારા સાથી ખેલાડીઓ સાથે ઈંગ્લેન્ડ માટે રમવાની દરેક મિનિટનો આનંદ માણ્યો. અમારી સફર ઘણી યાદગાર રહી.”

ક્સને તેની જબરદસ્ત ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર

31 વર્ષની ઉંમરે, બેન સ્ટોક્સે ફોર્મેટ છોડવાનો નિર્ણય કર્યો જેમાં તેણે પ્રથમ વખત ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવ્યું હતું. ત્રણ વર્ષ પહેલા જુલાઈ મહિનામાં જ સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ સામે લોર્ડ્સના મેદાન પર ફાઇનલમાં 84 રનની યાદગાર અણનમ ઇનિંગ રમી હતી, જેના આધારે મેચ સુપર ઓવરમાં પહોંચી હતી. સુપર ઓવર પણ ટાઈ હતી, પરંતુ પછી વધુ બાઉન્ડ્રી ફટકારવાને કારણે ઈંગ્લેન્ડને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું. સ્ટોક્સને તેની જબરદસ્ત ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

મારું શરીર જ મને સાથ નથી આપી રહ્યું

સ્ટોક્સે પોતાના નિવેદનમાં આગળ કહ્યું, “આ નિર્ણય લેવો ખૂબ જ મુશ્કેલ હોઈ શકે છે પરંતુ તે હકીકતનો સામનો કરવા કરતાં વધુ મુશ્કેલ ન હતું કે આ ફોર્મેટમાં હું હવે મારા સાથી ખેલાડીઓ અને ઈંગ્લેન્ડને 100 ટકા કામ આપી શકતો નથી. ત્રણ ફોર્મેટ હવે મારા માટે ઘણું વધારે છે. શેડ્યૂલ અને અમારા પર મૂકવામાં આવેલી અપેક્ષાઓને કારણે માત્ર મારું શરીર જ મને સાથ નથી આપી રહ્યું, પરંતુ મને એવું લાગે છે કે હું એવી વ્યક્તિનું સ્થાન લઈ રહ્યો છું જે જોસ અને ટીમ માટે સમર્પણ આપી શકે છે.

 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">