ENG vs SA: વરસાદે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની છેલ્લી વન-ડેની મજા બગાડી, વન-ડે શ્રેણી 1-1થી ડ્રો રહી

Cricket : દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) એ 27.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. પરંતુ આગળની રમત વરસાદના કારણે શક્ય બની ન હતી અને અમ્પાયરોએ કોઈ પરિણામ વિના મેચ પુરી જાહેર કરી દીધી હતી.

ENG vs SA: વરસાદે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની છેલ્લી વન-ડેની મજા બગાડી, વન-ડે શ્રેણી 1-1થી ડ્રો રહી
England and South Africa ODI Series Draw (PC: England Cricket)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 7:44 AM

ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા (ENG vs SA) વચ્ચે લીડ્સમાં રમાયેલી ODI શ્રેણીની ત્રીજી મેચ વરસાદને કારણે કોઈ પરિણામ વિના પુરી થઈ હતી. આ કારણોસર બંને ટીમો વચ્ચેની ત્રણ મેચની વન-ડે શ્રેણી 1-1 થી ડ્રો રહી હતી. દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) એ 27.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. પરંતુ આગળની રમત શક્ય બની ન હતી અને મેદાન પરના અમ્પાયરોએ કોઈ પરિણામ વિના મેચ પુરી જાહેર કરી દીધી હતી.

પહેલા બેટિંગ કરતા આફ્રિકાની શરૂઆત ખરાબ રહી

આ પહેલા દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને જાનેમન મલાન ડેવિડ વિલીની બોલ પર 11 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી ક્વિન્ટન ડી કોકને રાસી સાથી ખેલાડી વાન ડેર ડુસેનનો સાથ મળ્યો અને બંનેએ ટીમનો સ્કોર 99 રન સુધી પહોંચાડ્યો હતો. ડુસેન 26 રનના અંગત સ્કોર પર આદિલ રશીદના હાથે બેરસ્ટોના હાથે કેચ આઉટ થયો હતો. આ દરમિયાન ક્વિન્ટન ડી કોકે શાનદાર બેટિંગ કરતા પોતાની અડધી સદી પૂરી કરી હતી. વરસાદના કારણે રમત રોકાઈ ત્યારે ડી કોક 92 રને અણનમ હતો. તો એડન માર્કરામ પણ 24 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વરસાદના કારણે બંને ટીમો માટે 45 ઓવર નિર્ધારિત કરવામાં આવી હતી. પરંતુ દક્ષિણ આફ્રિકાના દાવની 28મી ઓવર પછી રમત ફરી શરૂ થઈ ન હતી અને મેચ પરિણામ વિના પુરી થઈ ગઇ હતી. આ રીતે શ્રેણી પણ 1-1 થી બરાબર થઈ ગઈ હતી.

જાણો, પહેલી બંને મેચ કોણે જીતી

દક્ષિણ આફ્રિકાએ શ્રેણીની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને 62 રને હરાવ્યું હતું. આ પછી બીજી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે જોરદાર વાપસી કરી અને દક્ષિણ આફ્રિકાને 118 રનના વિશાળ અંતરથી હરાવીને જીત મેળવી હતી અને ત્રણ મેચની વન-ડે સીરિઝ 1-1 થી સરભર કરી હતી.

બંને ટીમો વચ્ચે 27 જુલાઈથી ત્રણ ટી20 મેચોની શ્રેણીની શરૂઆત થશે. પ્રથમ ટી20 મેચ બ્રિસ્ટોલમાં રમાશે. જ્યારે બીજી મેચ 28 જુલાઈએ કાર્ડિફ માં અને છેલ્લી ટી20 મેચ 31 જુલાઈએ સાઉથમ્પટનમાં રમાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">