ENG vs IND : બીજી મેચ પહેલા ઈંગ્લેન્ડ શું કરી રહ્યું છે, વસીમ જાફરે ટ્વિટ કરીને રહસ્ય ખોલ્યું, અંગ્રેજોની મજા લીધી

Cricket : ભારતીય બોલરોએ પ્રથમ વનડેમાં ઓવલની પિચ પર તબાહી મચાવી હતી અને ઈંગ્લેન્ડને માત્ર 110 રનમાં આઉટ કરી દીધું હતું. ટીમ ઈન્ડિયાએ આ મેચ 10 વિકેટે જીતી લીધી હતી.

ENG vs IND : બીજી મેચ પહેલા ઈંગ્લેન્ડ શું કરી રહ્યું છે, વસીમ જાફરે ટ્વિટ કરીને રહસ્ય ખોલ્યું, અંગ્રેજોની મજા લીધી
England Cricket Team (PC: BCCI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 7:50 AM

મંગળવારે રમાયેલી પ્રથમ ODI મેચમાં ભારતે એક તરફી મેચમાં ઈંગ્લેન્ડ (ENG vs IND) ને 10 વિકેટથી હરાવ્યું હતું. વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડે (England Cricket) આ મેચમાં સંપૂર્ણ રીતે પીછેહટ કરી હોય તેવું જોવા મળ્યું હતું. તેના દિગ્ગજ ખેલાડીથી લઈને તોફાની બેટ્સમેનો સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. હવે આ બંને ટીમો ગુરુવારે બીજી વનડેમાં આમને-સામને ટકરાશે, જ્યાં ઈંગ્લેન્ડ શ્રેણી બરોબરી કરવાનો પ્રયાસ કરશે, ત્યારે આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ટીમ ત્રણ મેચની શ્રેણીમાં વિજયી લીડ લેવાના ઇરાદા સાથે લોર્ડ્સમાં બીજી વનડેમાં ફરી એકવાર ઇંગ્લેન્ડ પર પ્રભુત્વ મેળવશે.

બુમરાહ અને શમીએ પહેલી વન-ડેમાં મચાવ્યો તરખાટ

ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને માત્ર 110 રનમાં આઉટ કરી દીધું હતું. આમાં જસપ્રીત બુમરાહનો મોટો હાથ હતો. જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડના છ બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલી દીધા હતા અને તેના કારણે યજમાન ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી. આ મેચ ઓવલ મેદાન પર રમાઈ હતી. જ્યાં પિચ બોલર ફ્રેન્ડલી હતી અને તેના પર ઘાસ હતું. ભારતીય બોલરોએ તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો. પરંતુ ઈંગ્લેન્ડના બોલરો તેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. ભારતના પૂર્વ ઓપનર વસીમ જાફરે (Wasim Jaffer) આ અંગે એક ફની ટ્વિટ કરી છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

જે વિકેટ પર ભારતના બોલરોએ વિકેટો ખેરવી હતી તે જ વિકેટ પર રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ ભારતની એક પણ વિકેટ પડવા ન દીધી અને ટીમ ઈન્ડિયાને 10 વિકેટે વિજય અપાવ્યો.

વસીમ જાફરે ઇંગ્લેન્ડની મજા લીધી

ભારતના પુર્વ ક્રિકેટર વસીમ જાફર (Wasim Jaffer) તેના રમુજી અને મજેદાર ટ્વિટ્સ (Tweet) માટે જાણીતો છે. આ વખતે પણ તેણે કંઈક આવું જ ટ્વિટ કર્યું છે. તેમનું આ ટ્વીટ ગુરુવારે બંને ટીમો વચ્ચે રમાનાર બીજી વનડે મેચ (2nd ODI Match) પહેલા આવ્યું છે.

વસીમ જાફર (Wasim Jaffer) એ ટ્વીટ કરીને લખ્યું, ઓવલની ઘાસવાળી પીચ પર 110 રનમાં ઓલઆઉટ થયા બાદ ઈંગ્લેન્ડની ટીમ લોર્ડ્સની પિચ ક્યુરેટરને પૂછશે. આ સાથે વસીમ જાફરે એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ મિર્ઝાપુરના એક મહત્વપૂર્ણ પાત્રના પિતાનો ફોટો ટ્વીટ કર્યો છે. આ ફોટા પર ‘કાટો’ લખેલું છે.

બંને ટીમો નીચે મુજબ છે.

ભારત: રોહિત શર્મા (સુકાની), શિખર ધવન, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

ઈંગ્લેન્ડ: જોસ બટલર (સુકાની), મોઈન અલી, જોની બેયરિસ્ટો, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સ, સેમ કરન, લિયામ લિવિંગ્સ્ટન, ક્રેગ ઓવરટન, મેથ્યુ પાર્કિન્સન, જો રૂટ, જેસન રોય, ફિલ સોલ્ટ, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">