ENG vs IND: 8 વર્ષના દુષ્કાળને ખતમ કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, રોહિત સતત ચોથી સિરીઝ જીતવા ઈચ્છશે

India vs England 3rd ODI: આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ODI ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર ખાતે રમાશે. બંને ટીમો સિરીઝ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

ENG vs IND: 8 વર્ષના દુષ્કાળને ખતમ કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, રોહિત સતત ચોથી સિરીઝ જીતવા ઈચ્છશે
Rohit Sharma (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 2:18 PM

આજે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે ત્રીજી વનડે રમાશે. હાલ આ ત્રણ મેચની વનડે શ્રેણી 1-1 થી બરાબર છે. આવી સ્થિતિમાં આજે જે પણ ટીમ જીતશે, શ્રેણી તેના નામે થશે. મહત્વનું છે કે આજની મેચમાં તમામની રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) પર રહેશે.

8 વર્ષના દુષ્કાળને ખતમ કરવા ઉતરશે ટીમ ઇન્ડિયા

ટીમ ઈન્ડિયા (Team India) ઓલ્ડ ટ્રેફર્ડ વનડે જીતીને 8 વર્ષના દુષ્કાળનો અંત લાવવા ઈચ્છશે. હકિકતમાં ભારત 8 વર્ષથી ઈંગ્લેન્ડમાં વનડે શ્રેણી જીતી શક્યું નથી. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2014માં ઈંગ્લેન્ડમાં વનડે સિરીઝ જીતી હતી. ત્યારે એમએસ ધોની (MS Dhoni) ટીમ ઈન્ડિયાના સુકાની હતો. ભારતે તે શ્રેણી 3-1થી જીતી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રોહિત શર્મા પાસે પણ ઇતિહાસ રચવાની તક

રોહિત શર્મા (Rohit Sharma) એ સુકાની તરીકે ત્રણ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી છે. આવી સ્થિતિમાં આજે તેની પાસે સુકાની તરીકે સતત ચોથી વનડે શ્રેણી જીતવાની તક છે. રોહિત શર્માએ ડિસેમ્બર 2017માં પહેલીવાર વનડેમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. ત્યાર બાદ ભારતે શ્રીલંકા સામેની 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી હતી.

ઓલ્ડ ટ્રેફોર્ડનો પિચ રિપોર્ટ

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડની પીચ ઇંગ્લેન્ડમાં સ્પિનરો માટે શ્રેષ્ઠ પિચ માનવામાં આવે છે. જો કે અહીં ઝડપી બોલરોને પણ બાઉન્સ મળે છે. આવી સ્થિતિમાં બોલરોને મદદ મળવાની સંભાવના છે. જો કે અહીં રમાયેલી છેલ્લી 9 ODIમાં, પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ 6 વખત 290+ રન બનાવ્યા છે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા (સુકાની), શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, ફેમસ કૃષ્ણા અને યુઝવેન્દ્ર ચહલ.

ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, લિયામ લિવિંગસ્ટોન, બેન સ્ટોક્સ, જોસ બટલર (સુકાની), મોઈન અલી, ડેવિડ વિલી, બ્રાઈડન કાર્સ, ક્રેગ ઓવરટોન અને રીસ ટોપલી.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">