ENG vs IND : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટનો સમય બદલાયો, હવે આ સમયે મેચ શરૂ થશે

Cricket : મેચની શરૂઆત પહેલા જ ભારત (Team India) ને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા (Rohit Sharma) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને હાલ તેને આઈસોલેશનમાં મોકલી દેવામાં આવ્યો છે.

ENG vs IND : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટનો સમય બદલાયો, હવે આ સમયે મેચ શરૂ થશે
Team India (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 2:02 PM

એજબેસ્ટન ખાતે રમાનારી ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ (Test Match) સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ટેસ્ટ મેચ 01 જુલાઈથી બંને ટીમો વચ્ચે રમાવાની છે અને હવે અહેવાલો પ્રમાણે ઈંગ્લેન્ડ અને વેલ્શ ક્રિકેટ બોર્ડ (ECB) એ આ મેચનો સમય બદલ્યો છે. મળતી માહિતી પ્રમાણે ભારતીય પ્રશંસકોને ધ્યાનમાં રાખીને મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ભારતીય સમય પ્રમાણે બપોરે 3 વાગે શરૂ થશે મેચ

સામાન્ય રીતે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યે શરૂ થાય છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે એજબેસ્ટનમાં રમાનારી ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચેની મેચ અડધો કલાક પહેલા શરૂ થશે. ભારતીય સમયની વાત કરીએ તો મેચનો પહેલો બોલ બપોરે 3 વાગ્યે નાખવામાં આવશે અને દિવસની રમત રાત્રે 10 વાગ્યે સમાપ્ત થશે. આ દરમિયાન 90 ઓવરની રમત પૂરી કરવા માટે અડધો કલાકનો સમય અનામત રાખવામાં આવ્યો છે. ભારતમાં ટેસ્ટ મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થાય છે. પરંતુ ઇંગ્લેન્ડમાં તે સવારે 11 વાગ્યે શરૂ થાય છે. જેથી જે ટીમો પ્રથમ બોલિંગ કરે છે તેમને ઝાકળનો લાભ નહીં​ મળે.

મેચ શરૂ થતા પહેલા ભારતનો મોટો ઝટકો લાગ્યો

મેચની શરૂઆત પહેલા જ ભારત (Team India) ને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા (Rohit Sharma) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને હાલ તેને આઈસોલેશનમાં મોકલી દેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રવિવારે સવારે આ જાણકારી આપી છે. ભારતીય ક્રિકેટ ટીમ અને લેસ્ટરશાયર વચ્ચે રમાઈ રહેલી વોર્મ-અપ મેચની બીજી ઈનિંગમાં રોહિત શર્મા બેટિંગ કરવા આવ્યો ન હતો. કેટલીક સમય બાદ તેનો RT PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તે પોઝિટિવ આવ્યો હતો.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

હવે રોહિત શર્મા માટે પ્રથમ ટેસ્ટમાં રમવું મુશ્કેલ થઈ રહ્યું છે. જો રોહિત મેચમાંથી બહાર થઈ જશે તો ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી જશે કારણ કે કેએલ રાહુલ (KL Rahul) ઈજાના કારણે આ મેચમાંથી પહેલા જ બહાર થઈ ગયો છે. જોકે બીજી તરફ જો રોહિત શર્મા મેદાન પર નહીં ઉતરે તો તેના સ્થાને રિષભ પંત અથવા જસપ્રીત બુમરાહનું નામ સુકાની તરીકે ચાલી રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">