ENG vs IND : ભારતને મોટો ઝટકો, ઈંગ્લેન્ડ સામેની બીજી વન ડેમાંથી પણ વિરાટ કોહલી બહાર થઈ શકે છે

Cricket : ભારતીય ટીમના પૂર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) ની ઈજાને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. BCCI ના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઈજામાંથી બહાર આવી શક્યો નથી. જેના કારણે તે બીજી વનડેમાંથી પણ બહાર થઈ શકે છે.

ENG vs IND : ભારતને મોટો ઝટકો, ઈંગ્લેન્ડ સામેની બીજી વન ડેમાંથી પણ વિરાટ કોહલી બહાર થઈ શકે છે
Virat Kohli (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 11:30 AM

ઈજાના કારણે પ્રથમ વનડે નહીં રમી શકનાર વિરાટ કોહલી (Virat Kohli) માટે ટીમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. વિરાટ કોહલી ત્રીજી T20 મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ સમાચાર આવ્યા હતા કે જંઘામૂળની (Groin Injury) ઈજાને કારણે વિરાટ પ્રથમ ODI માં ટીમનો ભાગ નહીં હોય.

તેની જગ્યાએ શ્રેયસ અય્યર (Shreyas Iyer) ને ટીમમાં સ્થાન મળ્યું છે. હવે વિરાટ કોહલી વિશે અપડેટ આવી રહ્યું છે કે તેની ઈજા હજુ સુધી ઠીક થઈ નથી અને તે બીજી વનડે પણ રમી શકશે નહીં. ANI સૂત્રોના હવાલાથી બીસીસીઆઈ (BCCI) માં આ માહિતી શેર કરવામાં આવી રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે વિરાટ હજુ સુધી સ્વસ્થ થઈ શક્યો નથી અને ગુરુવારે યોજાનારી બીજી વનડેમાં તે ટીમનો ભાગ નહીં હોય.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

બુમરાહ અને શમીએ ઇંગ્લેન્ડને 110 રન સુધી સીમીત રાખ્યું

મેચની વાત કરીએ તો પ્રથમ વન-ડે મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને એકતરફી મેચમાં 10 વિકેટથી હરાવીને 3 મેચની શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી લીધી છે. ભારતના સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ભારતીય બોલર જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીએ તેમના નિર્ણયને સાચો સાબિત કર્યો અને ઈંગ્લેન્ડની ટીમને 110 રનમાં આઉટ કરી દીધું હતું.

ભારતે 10 વિકેટે પહેલી વન-ડે મેચ જીતી લીધી

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ (Team India) એ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 10 વિકેટે મેચ જીતી લીધી હતી. આ મેચમાં સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ 76 રન બનાવ્યા હતા. જ્યારે શિખર ધવને 31 રનની અણનમ ઇનિંગ રમી હતી. બંનેએ 18મી વખત 100થી વધુ રનની ભાગીદારી કરી હતી.

બુમરાહ અને શમીએ બનાવ્યા ખાસ રેકોર્ડ

જસપ્રીત બુમરાહે આ મેચમાં પોતાની ODI કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 19 રનમાં 6 વિકેટ ઝડપી હતી. આ સિવાય મોહમ્મદ શમીએ આ મેચમાં 3 વિકેટ ઝડપી હતી અને તેની ODI કરિયરની 150 વિકેટ પૂરી કરી હતી. શ્રેણીની બીજી મેચ ગુરુવારે લોર્ડ્સમાં રમાશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">