ENG vs IND 2nd T20 : ભુવનેશ્વરે ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો, T20I માં આવું કરનાર પ્રથમ બોલર

Cricket : ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ રોહિત શર્મા અને રિષભ પંત ભારતીય ટીમ માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોહિત 20 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

ENG vs IND 2nd T20 : ભુવનેશ્વરે ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો, T20I માં આવું કરનાર પ્રથમ બોલર
Bhuvneshwar Kumar (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 8:27 AM

ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે T20 શ્રેણીની બીજી મેચ બર્મિંગહામ (Edgbaston, Birmingham) માં રમાઈ હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટે 170 રન બનાવ્યા હતા. 171 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ભુવનેશ્વર કુમારે પહેલા જ બોલ પર જેસન રોયની વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) એ શ્રેણીની પ્રથમ મેચમાં પ્રથમ બોલ પર ઈંગ્લિશ કેપ્ટન જોસ બટલરની વિકેટ પણ લીધી હતી.

પહેલી ઓવર મેડન કરી

ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) એ તેની પ્રથમ ઓવર મેડન કરી હતી. તો તેણે 3 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તે T20 ઇન્ટરનેશનલના ઇતિહાસમાં પાવરપ્લેમાં 500 ડોટ બોલ ફેંકનાર પ્રથમ બોલર છે. જેસન રોય ઉપરાંત ભુવીએ જોસ બટલર અને રિચર્ડ ગ્લેસનની વિકેટ પણ લીધી હતી.

મેચનો આવો રહ્યો હાલ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરનાર ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) અને રિષભ પંત (Rishabh Pant) ભારતીય ટીમ (Team India) માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોહિત 20 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રિષભ પંતે 15 બોલમાં 26 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી (Virat Kohli) ફરી એકવાર ફ્લોપ રહ્યો. તે માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ભારતે 8 વિકેટના ભોગે 170 રન કર્યા હતા

સૂર્યકુમાર યાદવ 11 બોલમાં 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હાર્દિક પંડ્યા ચોગ્ગાની મદદથી 12 રન બનાવીને આઉટ થયો હતો. દિનેશ કાર્તિક 17 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. હર્ષલ પટેલે 6 બોલમાં 13 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમાર 2 રન બનાવીને આઉટ થયો હતો. અંતે જાડેજા 46 રને અણનમ રહ્યો હતો. જસપ્રીત બુમરાહ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જોકે તે પણ અણનમ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લિશ ટીમ 17 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે T20 ઈન્ટરનેશનલમાં આવું કરનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">