પહેલા પોતુ કરુ કે પહેલા ઝાડું મારુ ! બુમરાહની તસ્વીર પર યુવરાજ સિંહે જબરદસ્ત મજા લીધી, જુઓ

ટીમ ઇન્ડીયા (Team India) ના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) આ સપ્તાહમાં લગ્નના બંધને બંધાવા જઇ રહ્યો છે. બુમરાહ હાલમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસેથી ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચથી રજા લીધી છે.

  • Avnish Goswami
  • Published On - 14:13 PM, 3 Mar 2021
પહેલા પોતુ કરુ કે પહેલા ઝાડું મારુ ! બુમરાહની તસ્વીર પર યુવરાજ સિંહે જબરદસ્ત મજા લીધી, જુઓ
Yuvraj Singh - Jaspreet Bumrah

ટીમ ઇન્ડીયા (Team India) ના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) આ સપ્તાહમાં લગ્નના બંધને બંધાવા જઇ રહ્યો છે. બુમરાહ હાલમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસેથી ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચથી રજા લીધી છે. બુમરાહએ વ્યક્તિગત કારણ ગણાવીને રજા લઇ અંતિમ ટેસ્ટથી હટી ગયો હતો. BCCI ના એક પદાધીકારીએ આ અંગેની પુષ્ટી કરી હતી કે, બુમરાહ આ સપ્તાહ દરમ્યાન લગ્ન રચી રહ્યો છે. જેને લઇને તેણે બીસીસીઆઇથી રજાઓ માંગી હતી. બુમરાહ એ મંગળવારે એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે એકલો જ બેઠો હોય છે અને કંઇક વિચારતો નજર આવી રહ્યો છે. આ ફોટોમાં ટીમ ઇન્ડીયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ (Yuvraj Singh) એ મજેદાર કોમેન્ટ કરી હતી.

બુમરાહ એ પોતાના ફોટો શેર કરતા વિચાર વ્યક્ત કરતી ઇમોટીકોનનો ઉપયોગ કર્યો છે. જેની પર યુવરાજ સિંહે કોમેન્ટ લખી હતી. યુવીએ લખ્યુ હતુ કે, પહેલા પોતુ કરુ કે ઝાડુ મારુ ? યુવીને આ કોમેન્ટ પર એક ફેન એ પુછી પણ લીધુંં હતુંં કે, પાજી તમને લગ્નનુંં આમંત્રણ મળ્યુ છે કે નહી. બોર્ડના એક પદાધીકારીએ એએનઆઇ સાથે વાતચિત કરતા કહ્યુ હતુંં કે, ઝડપી બોલર બુમરાહ જલ્દીથી લગ્ન કરવાનો છે. આ માટે તે તૈયારીઓ માટે વહેલા રજા લઇને ટેસ્ટ શ્રેણીથી હટી ગયો છે. તેણે બોર્ડને બતાવ્યુંં હતુંં તે, તે લગ્ન રચવા જઇ રહ્યો છે અને આ મોટા પ્રસંગને લઇને તૈયારીઓ માટે થોડોક સમય જોઇએ છે.

જસપ્રિત બુમરાહ એક સ્પોર્ટસ એંકર સાથે લગ્ન ના બંધનથી બંધાશે. આ માટેનુંં આયોજન ગોવામાં કરાયુંં હોવાનુ કહેવાય છે. બુમરાહને ટેસ્ટ સિરીઝ બાદ પાંચ મેચોની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝથી આરામ આપવામાં આવ્યો છે. એમ માનવામાં આવી રહ્યુ છે કે, બુમરાહને ત્રણ મેચોની વન ડે આંતરરાષ્ટ્રીય સિરીઝમાં પણ સમાવેશ કરવામાં નહી આવે. બુમરાહ 27 વર્ષીય છે અને તે અત્યાર સુધીમાં ભારત માટે 19 ટેસ્ટ અને 67 વન ડે તેમજ T20 ની 49 મેચ રમી ચુક્યો છે.