દિનેશ કાર્તિક લેશે સંન્યાસ? સોશિયલ મીડિયા પોસ્ટમાં આપ્યો સંકેત

ભારતના વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે (Dinesh Karthik) ઈન્સ્ટાગ્રામ પર એવી પોસ્ટ કરી છે કે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ ખેલાડી સંન્યાસ લેવાનો છે. દિનેશ કાર્તિકે 2004માં ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતુ. તે વર્ષ 2007માં રમાયેલા ટી 20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમનો ભાગ હતો.

દિનેશ કાર્તિક લેશે સંન્યાસ? સોશિયલ મીડિયા પોસ્ટમાં આપ્યો સંકેત
દિનેશ કાર્તિક લેશે સંન્યાસ?
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Nov 24, 2022 | 4:34 PM

ટી 20 વર્લ્ડકપ 2022 દિનેશ કાર્તિક માટે ખાસ રહ્યો નથી. વિકેટકીપર બેટસમેન પાસે ભારતીય ટીમને જે આશા હતી તે પુરી કરી શક્યો નહીં, વર્લ્ડ કપ પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતુ કે, આ કાર્તિકનો છેલ્લો વર્લ્ડકપ હશે. કાર્તિકે બુધવારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો અને ઈશારો પણ કર્યો હતો. તેમણે સ્પષ્ટ તો કહ્યું નથી કે તે સંન્યાસ લઈ રહ્યો છે, પરંતુ તેની પોસ્ટથી ચાહકો આવું કાંઈ સમજી રહ્યા છે.

કાર્તિકે નિવૃત્તિના સંકેતો આપ્યા

દિનેશ કાર્તિકને વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી હતી. જોકે તેનું બેટ ચાલ્યું ન હતું. આ પછી ઈંગ્લેન્ડ સામેની મહત્વપૂર્ણ સેમીફાઈનલ મેચમાં તેના સ્થાને ઋષભ પંતને સામેલ કરવામાં આવ્યો હતો. કાર્તિક 37 વર્ષનો છે અને હવે તે આગામી વર્લ્ડ કપમાં રમશે તેવી આશા ઓછી છે. કાર્તિકે નિવૃત્તિના સંકેતો પણ આપ્યા છે.

દિનેશ કાર્તિકે શેયર કર્યો ખાસ વીડિયો

કાર્તિકે વીડિયો શેયર કર્યો છે, જેમાં તેની ટીમ સાથે પરિવાર સાથે અને મેદાન પર રમતા ફોટો સામેલ છે. દિનેશ કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કેપ્શનમાં લખ્યું-ડ્રીમ કમ ટુ (સપને સચ હોતે હૈ) ટી 20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમનો ભાગ હોવાની ગર્વની વાત છે. આપણે ભલે ટૂર્નામેન્ટમાં ન જીત્યા, પરંતુ તેની યાદ હંમેશા મને ખુશ કરતી રહેશે. હું મારા તમામ સાથી ખેલાડીઓ, કોચ, મિત્રો અને ચાહકોનો અભાર કહેવા માંગીશ જેને મને હંમેશા સપોર્ટ કર્યો છે.

View this post on Instagram

A post shared by Dinesh Karthik (@dk00019)

લગભગ 2 દાયકા લાબું છે કાર્તિકનું કરિયર

દિનેશ કાર્તિકે 2004માં ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતુ. તે વર્ષ 2007માં રમાયેલા ટી 20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમનો ભાગ હતા. છેલ્લા કેટલાક વર્ષોથી તે ટીમમાં વાપસી કરવામાં સફળ રહ્યો હતો. તે પહેલા વર્ષ 2019માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડકપમાં ટીમનો ભાગ બન્યા અને પછી ગત્ત વર્ષે ટી20 વર્લ્ડકપમાં પણ તેની તક મળી. કાર્તિક હવે 2 પુત્રનો પિતા છે અને પરિવારની સાથે સમય પસાર કરવા માંગે છે, ત્યારે એવું કહી શકાય કે, તે ટુંક સમયમાં જ સંન્યાસ લેવાની જાહેરાત કરી દે તો નવાઈ નહીં.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati