વિરાટ કોહલી-ગ્લેન મેક્સવેલ સહિત આ ખેલાડીઓને ધનશ્રીએ નચાવ્યા ! વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી, જુઓ Video

RCB એ ખેલાડીઓ અને તેમના સપોર્ટ સ્ટાફનો આભાર માનવા માટે આ મ્યુઝિક વીડિયો બનાવ્યો છે. વીડિયોમાં વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, દેવદત્ત પડિકલ અને એબી ડી વિલિયર્સ ખૂબ જ મસ્તી સાથે ડાન્સ કરતા જોવા મળ્યા.

વિરાટ કોહલી-ગ્લેન મેક્સવેલ સહિત આ ખેલાડીઓને ધનશ્રીએ નચાવ્યા ! વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી, જુઓ Video
RCB Music Video

ધનશ્રી વર્મા ચહલ (Dhanashree Verma Chahal) એક શાનદાર ડાન્સર છે અને તે ઘણીવાર તેના ડાન્સ મૂવ્સથી તેના ચાહકોનું મનોરંજન કરે છે. અત્યારે, ધનશ્રી વર્મા ચહલ હેડલાઇન્સમાં છે અને તેનું કારણ ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો (Royal Challengers Banglore) તાજેતરમાં રિલીઝ થયેલ નવો મ્યુઝિક વીડિયો છે. આ મ્યુઝિક વિડિયોમાં ટીમના કેટલાક ખેલાડીઓ જોવા મળે છે અને આ ખેલાડીઓને ધનશ્રીએ તેના ઇશારા પર ડાન્સ કરાવ્યો છે.

ડાન્સની કોરિયોગ્રાફી ધનશ્રીએ કરી
ધનશ્રીએ આ મ્યુઝિક વીડિયોમાં તમામ ક્રિકેટરોના ડાન્સની કોરિયોગ્રાફી કરી છે. આ મ્યુઝિક વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આરસીબીના ચાહકો આ મ્યુઝિક વીડિયોને પસંદ કરી રહ્યા છે. RCB એ ખેલાડીઓ અને તેમના સપોર્ટ સ્ટાફનો આભાર માનવા માટે આ મ્યુઝિક વીડિયો બનાવ્યો છે. વીડિયોમાં વિરાટ કોહલી (Virat Kohli), ગ્લેન મેક્સવેલ, દેવદત્ત પડિકલ અને એબી ડી વિલિયર્સ ખૂબ જ મસ્તી સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ધનશ્રી વર્માએ તેની કોરિયોગ્રાફી કરી છે, તેનું સંગીત હર્ષ ઉપાધ્યાયે આપ્યું છે.

RCB નો નવો મ્યુઝિક વીડિયો

ધનશ્રીનો ડ્રીમ પ્રોજેક્ટ
તમને જણાવી દઈએ કે કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા ઈન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ ફોલોઅર્સ સાથે ઈન્ટરનેટ સેન્સેશન છે. તેણીએ ભારતીય લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) સાથે લગ્ન કર્યા છે, જેઓ આ મ્યુઝિક વિડિયોમાં તેના RCB સાથી ખેલાડીઓ સાથે જોવા મળે છે. વીડિયોમાં એ પણ જોવા મળે છે કે તમામ ખેલાડીઓ IPL 2022 માટે તૈયાર છે. આ વિડિયોમાં બેંગલોરની ટીમના ખેલાડીઓ ભવિષ્યમાં ટૂર્નામેન્ટ માટે કેવી રીતે આગળ વધશે તેની પણ ઝલક આપે છે.

કોરિયોગ્રાફર તરીકે ધનશ્રીનો આ એક મોટો પ્રોજેક્ટ હતો. ધનશ્રીએ પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ મ્યુઝિક વિડીયો શેર કરતા ધનશ્રીએ કેપ્શનમાં લખ્યું – આખરે તમારા બધા સાથે RCBનો નવો મ્યુઝિક વીડિયો શેર કરવા માટે ઉત્સાહિત છું. આ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે અને 2021નો શ્રેષ્ઠ વીડિયો છે. આ દિગ્ગજો સાથે કામ કરવું જેઓ માત્ર ક્રિકેટમાં જ નહીં, તેઓ જે કંઈ પણ કરે છે તેમાં ખૂબ પ્રમાણિક છે. હું આ તક માટે ધન્યતા અનુભવું છું અને હું તમામ ક્રિકેટરો અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેનેજમેન્ટનો હૃદયપૂર્વક આભાર માનું છું.

 

આ પણ વાંચો : BCCI Halal Food Controversy: ટીમ ઈન્ડિયાના ફૂડ પર વિવાદ, હલાલ મીટને ફરજિયાત બનાવવા પર હંગામો, ટ્રોલ થયું BCCI

આ પણ વાંચો : IND VS NZ: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, KL રાહુલ ઈજાના કારણે કાનપુર ટેસ્ટમાંથી બહાર થયો

Click on your DTH Provider to Add TV9 Gujarati