U19 World Cup: ડેવાલ્ડ બ્રેવિસે ફરીથી ફટકાર્યુ તોફાની શતક, બાંગ્લાદેશ સામે ટીમને અપાવી જીત

દક્ષિણ આફ્રિકા તરફથી ડેવાલ્ડ બ્રેવિસે (Dewald Brewis) સદી ફટકારી હતી અને બાંગ્લાદેશ તરફથી આરીફુલ ઈસ્લામે (Ariful Islam) સદી ફટકારી હતી.

U19 World Cup: ડેવાલ્ડ બ્રેવિસે ફરીથી ફટકાર્યુ તોફાની શતક, બાંગ્લાદેશ સામે ટીમને અપાવી જીત
Dewald Brewis એ મુશ્કેલ સ્થિતીમાંથી ટીમને જીત સુધી પહોંચાડી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 9:34 AM

દક્ષિણ આફ્રિકાએ તેના વિસ્ફોટક બેટ્સમેન ડીવાલ્ડ બ્રેવિસ (Dewald Brewis) ની સદીના આધારે અંડર-19 વર્લ્ડ કપ (U19 world cup) માં ગુરુવારે બાંગ્લાદેશને હરાવ્યું. સાતમા સ્થાનની આ પ્લેઓફ મેચમાં દક્ષિણ આફ્રિકા (South Africa Cricket Team) એ બે વિકેટથી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 293 રન બનાવ્યા હતા જે દક્ષિણ આફ્રિકાએ 48.5 ઓવરમાં હાંસલ કરી લીધા હતા. આ સાથે જ અંડર-19 વર્લ્ડ કપમાં બંને ટીમોની સફર પણ સમાપ્ત થઈ ગઈ છે. બાંગ્લાદેશની ટીમને સુપર લીગની પ્લેઓફ સેમીફાઈનલમાં પાકિસ્તાને હાર આપી હતી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

જે બાદ બંને ટીમોએ સાતમા સ્થાનની પ્લેઓફ મેચ રમવાની હતી. બ્રેવિસે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ગુરુવારે પણ તેનું ફોર્મ ચાલુ રહ્યું હતું.

અરિફુલની સદીની મદદથી બાંગ્લાદેશે 293 રન બનાવ્યા હતા

બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમના ઓપનર મહફિઝુલ ઈસ્લામ અને પીએન નબિલે ટીમને સારી શરૂઆત અપાવી હતી અને પ્રથમ વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી. ટીમે 85 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી આરિફુલ ઈસ્લામે પહેલા મોહમ્મદ ફહીમ અને પછી એસએમ મહેરોબ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

જેના કારણે ટીમ 50 ઓવરમાં 293 રન બનાવી શકી હતી. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ 7 બોલ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી ક્વેના મહાપાખાએ ત્રણ જ્યારે લિયામ એલ્ડરે બે વિકેટ ઝડપી હતી.

દક્ષિણ આફ્રિકાની ટીમે બ્રેવિસના દમ પર જીત મેળવી

દક્ષિણ આફ્રિકાની ટીમે 24 રનના કુલ સ્કોર પર જેડ ઓપનર જેડ સ્મિથની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, રોનન હર્મને ડેવાલ્ડ બ્રેવિસ વચ્ચે 86 રનની ભાગીદારી કરી, જેણે ટીમને પ્રારંભિક મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મદદ કરી. જોકે, ત્યાર બાદ ટીમે થોડા જ સમયમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બ્રેવિસ એક બાજુ સાથે રોકાયેલ અને 43.6 ઓવર સુધી બેટિંગ કરી. બ્રેવિસે 130 બોલમાં 138 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 11 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.

બ્રેવિસ ઉપરાંત મેથ્યુ બોસ્ટે પણ 41 રનની ઈનિંગ રમી હતી જેમાં તેના બેટમાં બે છગ્ગા લાગ્યા હતા. બાંગ્લાદેશ તરફથી રિપન મંડલ, મુસ્ફીક હસન અને એસએમ મહબૂબે બે-બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચોઃ Sabarkantha: તલોદ નગર પાલિકાના સભ્યોએ અચાનક રાજકીય માહોલ ગરમ કરી દીધો, રાજીનામા ધરી ધારાસભ્ય અને પ્રમુખને ભીંસમાં લીધા

આ પણ વાંચોઃ PSL 2022: શાહિદ આફ્રિદીની રેકોર્ડ બ્રેક ધોલાઇ, ચોગ્ગા અને છગ્ગા ‘ઉડવા’ લાગતા 4 ઓવરમાં 67 રન લુટાવ્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">