T20 World Cup: ડેવિડ વોર્નરની પત્નિ એ ટીકાકારોની નિકાળી ઝાટકણી, ધીમી ગતી અને ‘ઘરડો’ બેટ્સમેન કહેનારાઓને આપ્યો સણસણતો જવાબ

ડેવિડ વોર્નરે (David Warner) ઓસ્ટ્રેલિયા માટે T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) જીત્યો હતો. તેમજ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો.

T20 World Cup: ડેવિડ વોર્નરની પત્નિ એ ટીકાકારોની નિકાળી ઝાટકણી, ધીમી ગતી અને 'ઘરડો' બેટ્સમેન કહેનારાઓને આપ્યો સણસણતો જવાબ
David Warner-Candice warner
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 10:10 AM

ડેવિડ વોર્નર (David Warner) માટે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ઉતાર-ચઢાવ રહ્યા છે. IPL 2021માં એક મહિના પહેલા, તેને સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને હોટલમાં રહેવાની ફરજ પડી હતી. પરંતુ 14 નવેમ્બરે ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયાને T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) જીતાડ્યો હતો. તેમજ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. આ પછી તેની પત્ની કેન્ડિસ વોર્નરે (Candice Warner) ટીકાકારોને હચમચાવી દીધા હતા. ઓસ્ટ્રેલિયાનો ખિતાબ જીત્યા બાદ તેણે ટ્વિટ કરીને ગુસ્સો કર્યો હતો. ડેવિડ વોર્નરને આઉટ ઓફ ફોર્મ કહેનારાઓને કેન્ડિસે નિશાન બનાવ્યા હતા.

પહેલા, કેન્ડિસે ટી20 વર્લ્ડ કપ 2021ની ફાઇનલમાં ડેવિડ વોર્નરની ફિફ્ટીનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, ‘આઉટ ઓફ ફોર્મ!!’ આ સાથે, તેણે આશ્ચર્યમિશ્રીત ઉદાસી અને હાસ્યનો ઇમોજી પણ પોસ્ટ કર્યો. ત્યારબાદ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનવાનો ફોટો પોસ્ટ કરતા તેણે લખ્યું, ‘આઉટ ઓફ ફોર્મ, ખૂબ જ વૃદ્ધ અને ધીમા! ડેવિડ વોર્નરને અભિનંદન.’ ડેવિડ વોર્નરે T20 વર્લ્ડ કપમાં 289 રન બનાવ્યા હતા. આ રમતના કારણે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

વોર્નરે રેકોર્ડ તોડ્યો હતો

ડેવિડ વોર્નરે આ વર્લ્ડ કપમાં ત્રણ અર્ધસદી ફટકારી હતી. તેણે ફાઇનલમાં 53 રન બનાવ્યા અને ટીમને સારી શરૂઆત અપાવી. અગાઉ, સેમિફાઇનલમાં 49, અને વેસ્ટ ઇન્ડિઝ સામે કરો યા મરો મેચમાં અણનમ 89 રન બનાવ્યા હતા. વોર્નરે 289 રન બનાવીને ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેણે મેથ્યુ હેડનના 265 રનના રેકોર્ડને પાછળ છોડી દીધો. હેડને આ કારનામું 2007ના વર્લ્ડ કપમાં કર્યું હતું.

વોર્નરને IPL 2021માં અપમાન સહવુ પડ્યુ હતુ

વોર્નરની રમત IPL 2021 ની નિરાશા પછી આવે છે જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે તેની પાસેથી કેપ્ટનશીપ છીનવી લીધી હતી. ત્યારબાદ કેટલીક મેચોમાં રન બનાવવામાં નિષ્ફળ રહેવાને કારણે તેને ટીમની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. ટીમની છેલ્લી મેચ દરમિયાન ડેવિડ વોર્નર મેદાનમાં પણ જોવા મળ્યો ન હતો, તે હોટલમાંથી જ મેચ જોઈ રહ્યો હતો. બાદમાં જ્યારે તે છેલ્લી મેચમાં સ્ટેડિયમ પરત ફર્યો ત્યારે ટીમ ડગઆઉટથી દૂર VIP સ્ટેન્ડથી મેચ જોઇ રહેલો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: ઓસ્ટ્રેલિયા સામે કઇ ચૂક રહી ગઇ કે ન્યુઝીલેન્ડના હાથમાંથી સરકી ગઇ ટ્રોફી, જાણો અહીં

આ પણ વાંચોઃ T20 World Cup: જેને લઇને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માં જેને લઇને સતત મચી રહી હતી બબાલ, હટાવવાની હતી માંગ તેણે જ બનાવ્યા T20 ચેમ્પિયન

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">