છેલ્લી ટેસ્ટ પહેલા ડેવિડ વોર્નર સાથે ઘટી ઘટના,ચોરાઈ ગઈ અતિ કિંમતિ વસ્તુ, જુઓ વીડિયો
ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર છેલ્લી ટેસ્ટ મેચ રમવાની તૈયારી કરી રહ્યો છે. ત્યારે તેનો સામાન કોઈએ ચોરી લીધો છે. જેને મેળવવા માટે વોર્નરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તે ભાવુક થઈ ગયો અને લોકોને ખાસ અપીલ કરી

ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર છેલ્લી ટેસ્ટ રમવાની તૈયારી કરી રહ્યો છે. દરમિયાન કોઈ તેની કિંમતી સામાનની ચોરી કરી લીધી છે. આ મેળવવા માટે વોર્નરે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે.ઓપનર ડેવિડ વોર્નર સિડની ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમશે. આ પહેલા તેની સાથે એક મોટી ઘટના બની છે. મેલબર્નથી સિડની જતી વખતે રસ્તામાં તેના કિંમતી સામાનની ચોરી થઈ છે. સામાનથી ભરેલી બેગ ગાયબ થઈ ગઈ છે જેને લઈ દુખી ડેવિડ વોર્નરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.
આ બેગમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વોર્નરની બૈગી ગ્રીન એટલે કે, ટેસ્ટ મેચની કેપ તેમજ બાળકોની ગિફટ પણ હતી.
View this post on Instagram
ખુબ ઈમોશનલ પણ જોવા મળ્યો
ડેવિડ વોર્નરના જણાવ્યા અનુસાર એક કેપને બેગમાં રાખી હતી. વોર્નરે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે, દુર્ભાગ્ય આવું કરવું મારો છેલ્લો ઉપાય છે. આ વીડિયોમાં તે ખુબ ઈમોશનલ પણ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કોઈએ મારા બેગમાંથી સામાન લઈ લીધો છે. જેમાં મારી કેપ અને મારા બાળકોની ગિફટ હતી.
બૈગી ગ્રીન કેપ સાથે હોય છે ખેલાડીનો લગાવ
ડેવિડ વોર્નરે ભાવનાત્મક અપીલ કરી છે. ખેલાડીઓને બૈગી ગ્રીન કેપની સાથે ખુબ લગાવ હોય છે. ડેબ્યુ પહેલા ખેલાડીઓને ટોપી કોઈ પૂર્વ ખેલાડી પાસેથી મળે છે. તે સંપૂર્ણ કરિયરમાં શાનથી પહેરે છે. જો ટોપી ખરાબ પણ થાય છે તો તેને પહેરવી જરુરી હોય છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નની ટોપીની જાન્યુઆરી 2020માં હરાજી થઈ હતી. જેની ખુબ મોટી બોલી પણ લાગી હતી.
આ પણ વાંચો : નવા વર્ષમાં રોહિત શર્મા લેશે આકરા નિર્ણયો, ટીમમાંથી પોતાના જ મિત્રને ડ્રોપ કરશે!
