
2025 મહિલા વર્લ્ડ કપની પહેલી સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ જોરદાર પ્રદર્શન કર્યું. પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકા 300 થી વધુ રન બનાવવામાં સફળ રહ્યું. ત્યારબાદ, 35 વર્ષીય અનુભવી બોલર મેરિઝાન કેપે બોલથી તબાહી મચાવી. ઈંગ્લેન્ડની દરેક બેટ્સમેનને તેની સામે રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો, અને મેરિઝાન કેપે પહેલી જ ઓવરથી વિકેટોનો મારો ચલાવ્યો.
આ મેચમાં મેરિઝાન કેપે જોરદાર પ્રદર્શન કર્યું. તે ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટ લેવામાં સફળ રહી. તેણે ફક્ત 39 બોલમાં ઈંગ્લેન્ડની પાંચ બેટ્સમેનોને આઉટ કરી. મેરિઝાન કેપે પહેલી જ ઓવરથી વિકેટ લેવાની શરૂઆત કરી. કેપે ઈનિંગના બીજા બોલ પર એમી જોન્સને આઉટ કરીને દક્ષિણ આફ્રિકાને પ્રથમ સફળતા અપાવી.
ત્યારબાદ મેરિઝાન કેપે તે જ ઓવરમાં હીથર નાઈટને આઉટ કરી. તેણે ઈંગ્લેન્ડની કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટને પણ આઉટ કરી. આ શક્તિશાળી પ્રદર્શન બાદ, તેણે તેની સાતમી ઓવરમાં સતત બે બોલમાં બે વિકેટ લીધી. પહેલા તેણે સોફિયા ડંકલીને આઉટ કરી અને પછીના જ બોલ પર તેણે ચાર્લી ડીનને આઉટ કરી.
Marizanne Kapp rattles the England batting order with a stunning five-for in the #CWC25 semi-final
Watch #ENGvSA LIVE in your region, broadcast details here ➡️ https://t.co/7wsR28P7Sa pic.twitter.com/lfOTdsSH3X
— ICC (@ICC) October 29, 2025
આ સાથે મેરિઝાન કેપે મહિલા વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો. મેરિઝાને હવે આ ટુર્નામેન્ટમાં 44 વિકેટ લીધી છે. અગાઉ, આ રેકોર્ડ ભારતની ઝુલન ગોસ્વામીના નામે હતો , જેણે 43 વિકેટ લીધી હતી.
આ મેચમાં મેરિઝેન કાપે બોલિંગ કરતા પહેલા બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું . તેણીએ 33 બોલમાં 42 રનની ઝડપી ઈનિંગ રમી, જેમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. આનાથી દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 319 રન બનાવ્યા.
આ પણ વાંચો: વિરાટ કોહલીની રેસ્ટોરન્ટમાં 318 રૂપિયામાં ભાત, 118 રૂપિયામાં રોટલી, પાલતુ પ્રાણીઓ માટે અલગ મેનુ