IPL 2021: બેંગ્લોર સામેની જીત સાથે ગજબનો સંયોગ આવ્યો સામે, ધોનીને જીત અપાવતો ઐતિહાસ ટચ ધરાવતો આ સંયોગ પણ છે જાણવા જેવો

ધોનીનો 14 વર્ષ જૂનો ઐતિહાસિક ટચ ફરી એકવાર જોવા મળ્યો હતો. જો આ સમગ્ર એપિસોડમાં કંઈપણ બદલાયું હોય તો તે ધોનીની ટીમનો દાવપેચ હતો.

IPL 2021: બેંગ્લોર સામેની જીત સાથે ગજબનો સંયોગ આવ્યો સામે, ધોનીને જીત અપાવતો ઐતિહાસ ટચ ધરાવતો આ સંયોગ પણ છે જાણવા જેવો
MS Dhoni

સમાન તારીખ. એ જ મહિનો. સમાન ટીમ સ્કોર. ક્રિકેટનું ફોર્મેટ પણ એ જ છે અને કેપ્ટન પણ એ જ છે. બધુ જ સરખુ. આ આશ્ચર્યજનક સંયોગ ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Banglore) સામેની મેચમાં જોવા મળ્યો હતો. ધોનીનો 14 વર્ષ જૂનો ઐતિહાસિક ટચ ફરી એકવાર જોવા મળ્યો હતો. જો આ સમગ્ર એપિસોડમાં કંઈપણ બદલાયું હોય, તો તે ધોની (MS Dhoni) ની ટીમનો દાવપેચ હતો. તેણે 14 વર્ષ પહેલા પ્રાપ્ત કરેલી ઐતિહાસિક સફળતા પર લક્ષ્યનો બચાવ કર્યો હતો, અને આ વખતે તેણે પીછો કરતી વખતે સફળતા મેળવી છે.

હવે સમજો કે આ સંયોગની આખી રમત શું છે. ખરેખર, આ સંયોગના તાર જોડાયેલા છે, 24 સપ્ટેમ્બરે અને પીછો કરતી વખતે CSK એ સ્કોર 157 રન બનાવ્યા હતા. હવે પહેલા 14 વર્ષ પાછળ જઈએ અને જાણીએ કે પછી શું થયું. જેને ઐતિહાસિક સફળતાનું નામ આપવામાં આવી રહ્યું છે. 14 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2007 માં, 24 સપ્ટેમ્બરના એ જ દિવસે, ધોનીની કેપ્ટનશીપમાં 157 રનનો બચાવ કરીને ભારત T20 વર્લ્ડ કપ (T20 World Cup) નુ પ્રથમ ચેમ્પિયન બન્યુ હતુ. આ ફાઇનલ મેચ જોહાનિસબર્ગમાં રમાઇ હતી, જેમાં એમએસ ધોનીની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું અને ચેમ્પિયનનો તાજ પહેર્યો હતો.

14 વર્ષ પછી 24 સપ્ટેમ્બરે ફરી જય-જય

14 વર્ષ પછી, તે ફરીથી 24 સપ્ટેમ્બરની તારીખ હતી. ક્રિકેટનું ફોર્મેટ પણ એ જ હતું. જો કે બદલાયુ હોય તો ક્લેવર. તેની ઓળખ આંતરરાષ્ટ્રીય મેચની નહોતી પણ આઈપીએલ મેચ હતી. ટીમ પણ ભારતની નહીં પણ ચેન્નાઈ સુપર કિંગ્સની હતી. પરંતુ કેપ્ટન એ જ એમએસ ધોની હતો. અને સ્કોર બોર્ડ પર તેની ટીમના રન પણ તે જ 157 હતા. બસ આ વખતે પીછો કરતા ધોનીની ટીમે આ રન બનાવ્યા હતા. એકંદરે, 24 સપ્ટેમ્બરના દિવસે 157 રનનો સ્કોર કેપ્ટન એમએસ ધોનીને ખૂબ બનતુ જોવા મળ્યુ છે.

ધોનીનો ‘157’ નંબર સાથે ખાસ કનેકશન ધરાવે છે

ધોનીનો 157 નંબર સાથે બીજો ખાસ સંબંધ છે. તે ભારત માટે વનડે રમનાર 157 મા નંબરનો ખેલાડી પણ છે. હવે, ધોની પણ નસીબમાં સમૃદ્ધ માનવામાં આવે છે. ઉપરથી ઘણા કિસ્મત કનેકશન. આવી સ્થિતિમાં RCB ક્યાં જીતવાની હતી? તેણે તો હારવાનુ જ હતુ. તેથી તે શારજાહમાં 6 વિકેટથી મેચ હારી ગઈ. આ જીત સાથે, CSK એ પ્લે-ઓફ પહોંચવા પર છે. તો આ દરમ્યાન આરસીબી મેચોના ગુણાકાર, સરવાળા અને બાદબાકી કરવામાં વ્યસ્ત છે.

 

આ પણ વાંચોઃ SRH vs PBKS, IPL 2021 Match Prediction: ‘ઘાયલ’ પંજાબ સામે આજે કંગાળ હૈદરાબાદની શારજાહમાં ટક્કર, ભૂલની સજા બહારનો રસ્તો દેખાડશે!

આ પણ વાંચોઃ IPL 2021 Purple Cap: પર્પલ કેપની રેસમાં નંબર 1 હર્ષલ પટેલ થયો વધુ મજબુત, વિકેટો ઝડપવામાં ધૂમ મચાવી રહ્યો છે

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati