Cricket: ક્રિકેટરની કોરોનાગ્રસ્ત માતા માટે વિરાટ કોહલીએ આટલા લાખ રુપિયાની મદદ પળવારમાં જ કરી દીધી

ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ પૂર્વ ક્રિકેટર કેએસ શ્રાવંતી નાયડૂ (KS Shravanthi Naidu)ની માતાના ઇલાજ માટે આર્થિક મદદ કરી છે. શ્રાવંતીની માતા એસ.કે. સુમન કોરોનો પોઝિટીવ છે અને હોસ્પીટલમાં દાખલ કરાયેલી છે. તેમની હાલત ગંભીર છે.

Cricket: ક્રિકેટરની કોરોનાગ્રસ્ત માતા માટે વિરાટ કોહલીએ આટલા લાખ રુપિયાની મદદ પળવારમાં જ કરી દીધી
virat-kohli-anushka-sharma
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 19, 2021 | 7:52 PM

ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ પૂર્વ ક્રિકેટર કેએસ શ્રાવંતી નાયડૂ (KS Shravanthi Naidu) ની માતાના ઇલાજ માટે આર્થિક મદદ કરી છે. શ્રાવંતી ની માતા એસકે સુમન કોરોનો પોઝિટીવ છે અને હોસ્પીટલમાં દાખલ કરાયેલી છે. તેમની હાલત ગંભીર છે. જેને લઇને તેમની સારવાર માટે ખૂબ પૈસા પણ ખર્ચાઇ રહ્યા છે. શ્રાવંતી પોતાના માતા-પિતા ની સારવાર માટે 16 લાખ રુપિયા ખર્ચી ચુક્યા છે. આવામાં શ્રાવંતીએ માતાની સારવારની મદદ માટે BCCI અને હૈદરાબાદ ક્રિકેટ એસોસીએશન પાસે મદદ માંગી હતી.

જેના બાદ બીસીસીઆઇના સાઉથ ઝોનના પૂર્વ કન્વિનર અને બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ શિવલાલ યાદવની બહેન એન વિધ્યા યાદવે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીને ટેગ કરીને મદદ માટે રજૂઆત કરી હતી. વિરાટ કોહલીએ શ્રાવંતી સુધી મદદ પહોંચાડી દીધી હતી. તેણે 6.77 લાખ રુપિયા શ્રાવંતીને મોકલી આપ્યા હતા.

આ અંગે વિધ્યા યાદવે બતાવ્યુ હતુ કે, તુરત જ મદદ થી હું આશ્વર્યમાં હતી. આવડા મોટા ક્રિકેટરે આટલુ શાનદાર પગલુ તરત ભર્યુ હતુ. હું ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ ના ફિલ્ડીંગ કોચ આર શ્રીધરનો પણ આભાર માન્યો હતો કે, જેમણે કોહલીને વાત કરી હતી. વિધ્યા યાદવ શિવલાલ સાથે મળીને શ્રાવંતી માટે ફંડ એકઠુ કરી રહ્યા છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસીએશન એ પણ મદદ મંજૂર કરી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જ્વાલા ગુટ્ટા-હનુમા વિહારીએ પણ કરી મદદ શ્રાવંતીએ ભારતીય ટીમના માટે ચાર વન ડે અને એક ટેસ્ટ મેચ રમી હતી. તેના નામે ટી20 ફોર્મેટમાં સર્વશ્રેષ્ટ બોલીંગના પ્રદર્શનનો રેકોર્ડ છે. તેની મદદ માટે બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટા એ પણ ટ્વીટ કર્યુ હતુ. સાથે જ ગુટ્ટા એ પણ પોતે તેમને મદદ કરી હતી. તો ક્રિકેટર હનુમા વિહારીએ શ્રાવંતીની મદદનો ભરોસો આપ્યો હતો.

વહી વિરાટ કોહલી અને તેની પત્નિ અનુષ્કા શર્મા કોરોના દર્દીઓ માટે મદદનુ હાલમાં અભિયાન ચલાવી રહ્યા છે. બંને એ વ્યક્તિગત રુપે દાન આપવા ઉપરાંત લોકોને પણ મદદ માટે અપિલ કરી હતી. જેને લઇને બંને એ 11-11 કરોડ રુપિયા બે વખત એકઠા કર્યા હતા. જેના રકમ ઓક્સીજન સપ્લાય, વેન્ટીલેન્ટર અને દવાઓ માટે એકઠી કરાઇ હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">