Cricket: ટીમ ઇન્ડીયા માટે ગઇકાલે અલગ સુર આલાપતો ટિમ પેન હવે વિરાટ કોહલીના ગુણગાન ગાવા લાગ્યો

ઓસ્ટ્રેલીયાના ટેસ્ટ ટીમ કેપ્ટન ટિમ પેન (Tim Paine) એ વિરાટ કોહલી (Virat Kohli) ના ખૂબ વખાણ કર્યા હતા. પેન એ કોહલીને વિશ્વનો સર્વ શ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો છે. આ પહેલા ટિમ પેન એ બોર્ડર ગાવાસ્કર ટ્રોફી દરમ્યાન ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ને લઇને ટીપ્પણી કરી હતી.

  • Updated On - 5:50 pm, Fri, 14 May 21 Edited By: Utpal Patel
Cricket: ટીમ ઇન્ડીયા માટે ગઇકાલે અલગ સુર આલાપતો ટિમ પેન હવે વિરાટ કોહલીના ગુણગાન ગાવા લાગ્યો
paine-kohli

ઓસ્ટ્રેલીયાના ટેસ્ટ ટીમ કેપ્ટન ટિમ પેન (Tim Paine) એ વિરાટ કોહલી (Virat Kohli) ના ખૂબ વખાણ કર્યા હતા. પેન એ કોહલીને વિશ્વનો સર્વ શ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો છે. આ પહેલા ટિમ પેન એ બોર્ડર ગાવાસ્કર ટ્રોફી દરમ્યાન ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ને લઇને ટીપ્પણી કરી હતી. ટેસ્ટ સિરીઝમાં મળેલી હારને લઇને તેણે કહ્યુ હતુ કે, તેમની ટીમનુ ધ્યાન ટીમ ઇન્ડીયાના સાઇડ શોને લઇને ભટકી ગયુ હતુ. જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા પણ થઇ હતી. બોર્ડર ગાવાસ્કર ટ્રોફીમાં ભારતે ઓસ્ટ્રેલીયાને 2-1 થી ઐતિહાસિક હાર આપી હતી.

મીડિયા રિપોર્ટસનુસાર પેન એ કહ્યુ હતુ કે, વિરાટ કોહલી એવી વ્યક્તિ છે, જે વિરોધી ખેલાડીઓ પર તરત હાવી થઇ શકે છે. આ ઉપરાંત પેન એ તેને વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો છે. તેણે આગળ એમ પણ કહ્યુ હતુ કે, વિરાટ કોહલી ને લઇને મે અનેક વખત કહ્યુ છે કે, તે એ પ્રકારનો ખેલાડી છે કે, તમે તેને તમારી ટીમમાં સમાવવા પસંદ કરશો. તે શાનદાર છે અને વિશ્વસનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન પણ છે. તે ખૂબ જ પડકારજનક ક્રિકેટ રમે છે અને તમારી પર તુરત જ હાવી થઇ શકે છે. કારણ કે, તે ખૂબ સારો છે અને તેટલો જ તે પ્રતિસ્પર્ધી છે

ટિમ પેન એ ચાર વર્ષ અગાઉ કોહલી સાથે ના ઝઘડાની ઘટનાને શેર કરતા કહ્યુ હતુ કે, નિશ્વિત રુપે તે એવો વ્યક્તિ છે જેને હું યાદ રાખવા માંગીશ. પેન એ આ પહેલા ભારતીય ટીમ ના અંગે પણ કહ્યુ હતુ કે, ટીમ ઇન્ડીયા એ એક શાનદાર સાઇડ છે, જોકે ધ્યાન ભટકાવવામાં પણ તે ખૂબ આગળ છે. પેન એ કહ્યુ હતુ કે, પહેલા તેમણે એમ કહ્યુ કે, અમે ગાબામાં નહી રમીએ અને ત્યાર બાદા અમને ખ્યાલ ના રહ્યો કે, અમે ક્યાં રમીશુ. આમ તે આ રીતે સાઇડ શો ક્રિએટ કરવામાં માહેર છે, જેના થી અમારુ ધ્યાન ભટકી ગયુ હતુ.