Cricket Rules: બેટ્સમેને મોટી ઇનીંગ રમવા માટે ધ્યાનમાં રાખવા પડે છે 11 નિયમ, જાણો આ ખાસ નિયમ

ક્રિકેટમાં તમે ક્લીન બોલ્ડ, કેચ આઉટ અને રન આઉટ જેવા જાણીતા નિયમોનો ખ્યાલ હશે પરંતુ. ક્રિકેટમાં બે ચાર નહી પરંતુ 11 પ્રકારે બેટ્સમેન પોતાની વિકેટ ગુમાવી શકે છે. જેમા કેટલાક નિયમો (Cricket Rules) તો એવા છે કે, તે પણ રસપ્રદ છે

Cricket Rules: બેટ્સમેને મોટી ઇનીંગ રમવા માટે ધ્યાનમાં રાખવા પડે છે 11 નિયમ, જાણો આ ખાસ નિયમ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 05, 2021 | 3:33 PM

Cricket Rules: ક્રિકેટમાં તમે વિકેટ પડતી જોઇને આનંદીત થતા હશો. તો મનપસંદ ખેલાડીના આઉટ થવા પર નિરાશા પણ વ્યાપી જતી હોય છે. ક્રિકેટમાં તમે ક્લીન બોલ્ડ, કેચ આઉટ અને રન આઉટ જેવા જાણીતા નિયમોનો ખ્યાલ હશે પરંતુ. ક્રિકેટમાં બે ચાર નહી પરંતુ 11 પ્રકારે બેટ્સમેન પોતાની વિકેટ ગુમાવી શકે છે. જેમા કેટલાક નિયમો (Cricket Rules) તો એવા છે કે, તે પણ રસપ્રદ છે.

બેટ્સમેને જો ક્રિકેટમાં શતક સુધીના સીમા ચિહ્ન સુધી પહોંચવુ હોય તો આ અગીયાર નિયમોથી બચીને રહેવુ જરુરી છે. જોકે ક્યારેક ક્રિકેટરના નસીબ એવા પણ હોય છે કે, બેલ્સ નહી પડવાની ધટનામાં આઉટ જાહેર થતા હોતા નથી. એટલે કે બોલ ભલે સ્ટંપ પર વાગ્યો પરંતુ, સ્ટંપ પર થી બેલ્સ પડવી જરુરી છે. ક્રિકેટમાં વિકેટ ગુમાવવાના 11 પ્રકાર પર નજરી કરીએ.

બોલ્ડ

બોલર દ્રારા નાંખવામાં આવેલો બોલ જ્યારે સ્ટંપ પર વાગે છે, અને બેલ્સ પડી જાય છે ત્યારે બેટ્સમેનને આઉટ ગણવામાં આવે છે. આ સમયે બોલ બેટ, પેડ કે બેટ્સમેનના શરીરના કોઇ હિસ્સાને સ્પર્શીને સ્ટંપને વાગે, ત્યારે પણ આઉટ માનવામાં આવે છે. જે દરમ્યાન બેલ્સ પડવી પડવી જરુરી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

કેચ આઉટ

જ્યારે બોલ બેટ્સમેનના બેટથી ફટકારતા કે બેટને સ્પર્શીને હવામાં ઉછળેલા બોલને ફિલ્ડર દ્રારા ઝડપવામાં ત્યારે કેચ આઉટ આઉટ માનવામાં આવે છે. બેટને પકડે હાથ ને સ્પર્શીને ઉછળેલા બોલ ને પણ કેચ માનવામાં આવે છે.

લેગ બીફોર ધ વિકેટ (LBW)

બોલર દ્રારા ફેંકવામાં આવેલ બોલ બેટ ને સ્પર્શતા પહેલા, બેટ્સમેનના શરીરને ટકરાય તો આઉટ આપવામાં આવે છે. જોકે આ માટે બેટ્સમેનના શરીરે ટકરાયેલો બોલ, સિધો જ સ્ટંપમાં જતી દીશામાં હોવો જોઇએ. એટલે કે શરીરનો તે હિસ્સો વચ્ચે ના હોત, તેવી સ્થિતીમાં બોલ સીધો જ સ્ટંપમાં જતો હોવો જોઇએ.

સ્ટમ્પિંગ આઉટ

જ્યારે બોલર ફેંકલો બોલ વિકેટકિપર પાસે પહોંચે છે, તે સમયે બેટ્સમેન કે તેનુ બેટ ક્રિઝમાં ના હોય ત્યારે, કિપર બેલ્સ પાડી દે છે. આ પ્રકારે કરેલો આઉટ સ્ટમ્પિંગ આઉટ માનવામાં આવે છે.

રન આઉટ જ્યારે બેટ્સમેન બોલ ફટકારીને રન લેવા માટે દોડે છે. ત્યારે હરિફ ટીમ દ્રારા બેટ્સમેનના ક્રિઝમાં પહોંચતા પહેલા તેની બાજુ ના સ્ટંપ્સ બેલ્સ પાડે છે. આવી સ્થિતીમાં બેટ્સમેનને રન આઉટ માનવામાં આવે છે.

બોલને બે વાર ફટકારવો

કોઇ બેટ્સમેન ફક્ત પોતાની વિકેટને ટકાવવાના ઇરાદે થી બેટ વડે બોલને બે વાર ફટકારે છે, તો તે આઉટ માનવામાં આવે છે. જોકે એક વાર બેટ બોલને અડક્યા બાદ ફરી થી બેટને બોલ સાથે અટકાડવા માટે હરિફ ટીમની સહમતી જરુર છે. જોકે આ મિડીયા રિપોર્ટસ પ્રમાણે આ નિયમ હેઠળ કોઇ બેટ્સમેન આઉટ જાહેર થયો નથી.

હિટ વિકેટ

જ્યારે બેટ્સમેન શોટ ફટકારવા માટે પોતાના જ બેટ વડે, સ્ટંપ્સના બેલ્સ પાડી દે છે, ત્યારે આઉટ માનવામાં આવે છે. જેને હિટ વિકેટ તરીકે ઓળખવામાં આવે છે.

ફિલ્ડરને અવરોધવો

જો કોઇ ખેલાડી જાણી જોઇને ફિલ્ડને અવરોધે છે, તેવા સંજોગોમાં તેને આઉટ માનવામાં આવે છે. જેમાં ફિલ્ડર દ્રારા ફેંકવામાં આવેલા બોલને રોકવો પણ સામેલ છે.

ટાઇમ આઉટ

બેટ્સમેન પોતાનો દાવ આવતા નિયત સમયમાં મેદાનમાં નથી પહોંચતો તેને આઉટ માનવામાં આવે છે. તેવા બેટ્સમેનને ટેસ્ટ અને વન ડે ક્રિકેટમાં 3 મીનીટ થી વધારે મોડો પડે છે, તો આઉટ માનવામાં આવે છે. ટી20 ક્રિકેટમાં આ નિયમ 2 મીનીટ નો ગણવામાં આવે છે.

માકડિંગ આઉટ

બોલર બોલ ફેંકે તે પહેલા જ નોન સ્ટ્રાઇકર બેટ્સમેન ક્રીઝની બહાર નિકળે ત્યારે આ પ્રકારે આઉટ કરવામાં આવે છે. જેમાં બોલર બોલ નાંખવાને બદલે નોન સ્ટ્રાઇકર છેડાની બેલ્સ ઉડાવી દે છે. આમ નોન સ્ટ્રાઇકર બેટ્સમેનને આઉટ માનવામાં આવે છે. જેમાં બોલને ગણવામાં આવતો નથી, પરંતુ વિકેટ પડે છે. જોકે આ નિયમ હેઠળ આઉટ કરવાના મામલામાં ક્રિકેટમાં વિવાદ સર્જાતા રહે છે. ખેલાડીને આઉટ તો અપાયા છે, પરંતુ બોલર પ્રત્યે ટીકા કરવાની પણ ઘટનાઓ નોંધાઇ ચુકી છે. જેમકે આઇપીએલમાં અશ્વિનની ઘટનામાં.

હેન્ડલ ધ બોલ

કોઇ બેટ્સમેન હરિફ ટીમની સહમતી સિવાય બોલને હાથ વડે અડકે તો તેને આઉટ ગણવામાં આવે છે. આ માટે ફિલ્ડીંગને અવરોધ કરવાના નિયમ હેઠળ આઉટ માનવામાં આવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">