Cricket: શિખર ધવન અને અશ્વિન સહિતના ખેલાડીઓના નામ ખેલ રત્ન અને અર્જૂન એવોર્ડ માટે ભલામણ કરાયા

અર્જૂન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર ખેલાડીઓ માટે ગૌરવશાળી સન્માન છે. ધવન, અશ્વિન અને મિતાલી સહિતના દિગ્ગજોને રાષ્ટ્રીય સ્તરના સન્માનની તક મળી શકે છે.

Cricket: શિખર ધવન અને અશ્વિન સહિતના ખેલાડીઓના નામ ખેલ રત્ન અને અર્જૂન એવોર્ડ માટે ભલામણ કરાયા
Shikhar Dhawan-R Ashwin (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 7:57 PM

ભારતીય સ્ટાર સ્પિનર આર. અશ્વિન (R Ashwin), શિખર ધવન અને દિગ્ગજ કેપ્ટન મિતાલી રાજ માટે સારા સમાચાર છે. BCCIએ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર માટે બંને દિગ્ગજના નામની ભલામણ મોકલી આપી છે. BCCIએ અર્જૂન એવોર્ડ (Arjuna Award) માટે પણ કેટલાક ખેલાડીઓના નામની ભલામણ કરી છે.

અશ્વિન અને મિતાલી રાજ (Mithali Raj) ઉપરાંત પણ ક્રિકેટરોને એવોર્ડ મળી શકે છે. શ્રીલંકા પ્રવાસે ગયેલ ભારતીય ટીમના કેપ્ટન શિખર ધવન (Shikhar Dhawan), જસપ્રિત બુમરાહ અને શિખર ધવનના નામ મોકલવામાં આવ્યા છે. જે નામ અર્જૂન એવોર્ડ માટે મોકલવામાં આવ્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિતના સિનિયર ખેલાડીઓ હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસે છે. જે દરમ્યાન શ્રીલંકામાં વનડે અને T20 ટૂર્નામેન્ટ માટે ધવન કેપ્ટનશીપ માટે પસંદ કરવામાં આવ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મીડિયા રિપોર્ટસનુસાર સુત્ર એ બતાવ્યુ હતુ કે અમે આ અંગે ઘણા વિસ્તારથી વાત કરી હતી. ત્યારબાદ અમે આ બાબતે નિર્ણય પર પહોંચ્યા હતા કે ખેલ રત્ન એવોર્ડ માટે અશ્વિન અને મિતાલીનું નામ મોકલવામાં આવ્યુ છે. આગળ પણ સુત્રોએ કહ્યું હતુ કે અમે આ વર્ષે શિખર ધવનનું નામ ફરીથી અર્જૂન એવોર્ડ માટે મોકલ્યુ છે. સાથે જ કે એલ રાહુલ અને જસપ્રિત બુમારાહનું નામ પણ ઉમેરવામાં આવ્યુ છે.

કેન્દ્રીય રમત ગમત મંત્રાલયે પહેલાથી જ નેશનલ ખેલ પુરસ્કાર 2021ના માટે નોમિનેટ કરવા માટે સમય મર્યાદા વધારી હતી. સમયને એક સપ્તાહ વધારીને આગામી 5 જૂલાઈ સુધી લંબાવાયો છે. રાષ્ટ્રીય ખેલ મહાસંઘોએ આ પહેલા, 28 જૂન સુધીમાં નોમિનેશન મોકલવાના હતા. બીસીસીઆઈ અગાઉ ટેનિસ, બોકસીંગ અને રેસલીંગ સહિતના નામો પહેલાથી જ મોકલી દેવાયા હતા.

રોહિત-ઈશાંત શર્માને ગત વર્ષે અર્જૂન એવોર્ડ

ગત વર્ષે ટીમ ઈન્ડીયાના મર્યાદિત ફોર્મેટના વાઈસ કેપ્ટન રોહિત શર્માને ખેલ પુરસ્કાર અપાયો હતો. તે ઉપરાંત ટેબલ ટેનિસ ચેમ્પિયન મનિકા બત્રા, રેસલર વિનેશ ફોગાટ હોકી ખેલાડી રાની રામપાલ અને પેરા એથલેટ મરિયપ્પન થંગાવેલૂના નામ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. રોહિત શર્મા ઉપરાંત ઈશાંત શર્મા અને મહિલા ક્રિકેટર દિપ્તી શર્માને અર્જૂન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ICC Rankings: રવિન્દ્ર જાડેજા ટોચ પરથી ત્રીજા સ્થાન પર ધકેલાયો, ઋષભ પંતને પણ રેન્કિંગમાં ફટકો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">