Cricket: રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેંડ પ્રવાસ પહેલા તૈયારી માટે ખૂબ પરસેવો વહાવ્યો, જુઓ વિડીયો

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ આઇપીએલ 2021 માં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ, હવે તે ટીમ ઇન્ડીયા (Team India) માં પરત ફરીને રમવા માટે ખૂબ જ રાહ જોઇ રહ્યો છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ઇજા થવાને લઇને તે ઇંગ્લેંડ સામે રમી શક્યો નહોતો.

Avnish Goswami
| Edited By: | Updated on: May 20, 2021 | 9:17 AM

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ આઇપીએલ 2021 માં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ, હવે તે ટીમ ઇન્ડીયા (Team India) માં પરત ફરીને રમવા માટે ખૂબ જ રાહ જોઇ રહ્યો છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ઇજા થવાને લઇને તે ઇંગ્લેંડ સામે રમી શક્યો નહોતો.

હવે સ્વસ્થ થયા બાદ IPL રમી, ઇંગ્લેંડના પ્રવાસ (England Tour) માટે તૈયારીઓ શરુ કરી છે. ઇંગ્લેંડ પ્રવાસના ક્વોરન્ટાઇન હેઠળ જતા પહેલા ઘરે જ ખૂબ જ પરસેવો વહાવ્યો છે. તેણે ઇંગ્લેંડ પ્રવાસ પહેલાની તૈયારીઓનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ઇંગ્લેંડમાં ભારતીય ટીમ પહેલા ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલ મેચ રમશે. ત્યાર બાદ ઇંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે. ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજાનો આ સમગ્ર પ્રવાસ માટ સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લઇને જાડેજા હાલમાં ફિટનેશ પર ખૂબ ધ્યાન આપી રહ્યો છે.

જાડેજાએ ઇંગ્લેંડ સામેની ઘર આંગણે ટેસ્ટ અને મર્યાદિત ઓવરની શ્રેણીને ગુમાવી હતી. તે પહેલા ઓસ્ટ્રેલીયામાં રમાયેલા ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ પણ રમી શક્યો નહોતો. ઓસ્ટ્રેલીયામાં તેને ટેસ્ટ મેચ રમતા ઇજા પહોંચી હતી અને તેણે સર્જરી કરાવી હતી.

https://twitter.com/imjadeja/status/1394962386474438659?s=20

રવિન્દ્ર જાડેજા તેની અંતિમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રલીયા સામે બ્રિસબેનમાં રહ્યો હતો. જેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જાડેજાએ બ્રિસબેન ટેસ્ટમાં પ્રથમ ઇનીંગમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે બેટીંગ દરમ્યાન અણનમ 28 રન કર્યા હતા. તેણે અત્યાર સુધીમાં 51 ટેસ્ટ અને 168 વન ડે મેચ રમી છે. તેમજ 50 ટી20 મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 1954 રન અને 220 વિકેટ ઝડપી છે. વન ડેમાં તેણે 2411 રન અને 188 વિકેટ ઝડપી છે. જ્યારે ટી20માં 217 રન અને 39 વિકેટ ઝડપી છે.

Follow Us:
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">