Cricket: નવા સવા ગણાતા ચહેરાઓ ઇંગ્લેંડનો પ્રવાસ ટીમ ઇન્ડીયા સાથે ખેડશે, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ

ભારતીય ટીમ (Team India) જૂન મહિનામાં ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) પર જનાર છે. જ્યાં તે 18 જૂન થી સાઉથમ્પટનમાં ન્યુઝીલેન્ડ સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ મેચ રમશે. ત્યાર બાદ ઇંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચની સિરીઝ પણ રમશે.

Avnish Goswami
| Edited By: | Updated on: May 08, 2021 | 2:42 PM
ભારતીય ટીમ (Team India) જૂન મહિનામાં ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) પર જનાર છે. જ્યાં તે 18 જૂન થી સાઉથમ્પટનમાં ન્યુઝીલેન્ડ સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ મેચ રમશે. ત્યાર બાદ ઇંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચની સિરીઝ પણ રમશે. આ માટે BCCI એ ભારતીય ટીમનુ એલાન શુક્રવારે સાંજે કર્યુ હતુ. જેમાં એક નામ એવુ પણ સામેલ થયુ હતુ, કે જે નામ ખૂબ ઓછા લોકોના સાંભળવામાં આવ્યુ હશે. આશ્વર્ય સર્જનાર એ નામ ગુજરાતી ક્રિકેટર અર્જન નગવાસવાલા (Arjun Nagwaswala) છે. જે મુખ્ય ટીમમાં તો સામેલ નથી પરંતુ સ્ટેન્ડ બાય તરીકે સામેલ થશે. તેણે મુંબઇ સામે ક્રિકેટ રમતા તહેલકો મચાવ્યો હતો.

1 / 5
પસંદગી સમિતીએ જે ચાર નામ સ્ટેન્ડ બાય રાખ્યા છે, તેમાં એક નામ અભિમન્યુ ઇશ્વરન પણ સામેલ છે. બંગાળ માટે રમતો આ ખેલાડી ઘરેલુ ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો, તે દરેક વખતે પસંદગી સમિતિનુ ધ્યાન ખેંચતો રહ્યો છે અને સમિતિમાં તેનુ નામ પણ ચર્ચામાં રહેતુ હોય છે. અભિમન્યુ ઓપનર બેટસમેન છે. તેને રોહિત શર્મા, શુભમન ગીલ અને મયંક અગ્રવાલના વિકલ્પ તરીકે સ્ટેન્ડ બાય રાખવામા આવ્યો છે. તેમે 64 પ્રથમ શ્રેણીની મેચ રમી છે. આ દરમ્યાન 43.57ની સરેરાશ સાથે 4401 રન બનાવ્યા છે. તેણે 13 શતક અને 50 અર્ધશતક લગાવ્યા છે.

2 / 5
પ્રસિદ્ધ કૃષ્ણા. આ નામે હાલમાં જ ઇંગ્લેંડ સામેને રમાયેલી વન ડે શ્રેણીમાં ભારતીય ટીમ માટે પદાર્પણ કર્યુ હતુ, તેણે ચાર વિકેટ ઝડપી હતી. તે વન ડે ડેબ્યુમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારો ભારતીય બોલર હતો. આઇપીએલમાં પણ કૃષ્ણાએ લગાતાર પ્રભાવિત કર્યા છે. કર્ણાટક થી આવનાર આ ઝડપી બોલર આઇપીએલમં કલકત્તા નાઇટ રાઇડર્સ માટે રમી રહ્યો છે. તેણે આ સિઝનમાં સ્થગીત થતા અગાઉ સાત મેચમાં 8 વિકેટ ઝડપી હતી. તેને સ્ટેન્ડ બાય તરીકે સ્થાન મળ્યુ છે. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 34 વિકેટ ઝડપી ચુક્યો છે.

3 / 5
આવેશ ખાન ને પણ સ્ટેન્ડબાય તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ પહેલા તેને નેટ બોલર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવતો હતો. આવેશ ખાને ઘરેલુ ક્રિકેટમાં લગાતાર શાનદાર પ્રદર્શન કરીને આઇપીએલ માં સ્થાન જમાવ્યુ હતુ. આઇપીએલ સ્થગીત થવા અગાઉ તે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજા સ્થાન પર હતો. તેણે દિલ્હી કેપિટલ્સ વતી રમતા આઠ મેચમાં 14 વિકેટ ઝડપી હતી. ઘરેલુ ક્રિકેટમાં મધ્યપ્રદેશ થી રમતા તેણે 25 પ્રથમ શ્રેણી મેચમાં 100 વિકેટ પોતાના નામે કરી હતી.

4 / 5
ગુજરાત માટે રમતા અર્જન નગવાસવાલાનુ નામ જોઇને જરુર આશ્વર્ય થયુ છે. કારણ કે તેનુ નામ જાહેર થવા અગાઉ તેના નામ થી ખૂબ ઓછા લોકો પરિચીત છે. તે લેફ્ટહેન્ડ ઝડપી બોલર છે. તેણે વર્ષ 2018માં રણજી ટ્રોફીમાં ગુજરાત વતી ડેબ્યુ કર્યુ હતુ. તેણે મુંબઇ સામે ની મેચમાં પાંચ વિકેટ ઝડપીને ચર્ચામાં છવાયો હતો. અત્યાર સુધીમાં તેણે પ્રથમ કક્ષાની 16 મેચમાં 62 વિકેટ ઝડપી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">