Cricket: આ પૂર્વ ક્રિકેટરે જયદેવ ઉનડકટને લઇને BCCI સામે ઉઠાવ્યા સવાલ, ઉનડકટે પણ આપ્યો આવો જવાબ

BCCI એ ગત શુક્રવારે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) અને ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીને લઇ ટીમ ઇન્ડીયા (Team India) નુ એલાન કરવામાં આવ્યુ હતુ. ઝડપી બોલર જયદેવ ઉનડકટ (Jaydev Unadkat) ને એલાન થયેલ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામા આવ્યો નહોતો.

Cricket: આ પૂર્વ ક્રિકેટરે જયદેવ ઉનડકટને લઇને BCCI સામે ઉઠાવ્યા સવાલ, ઉનડકટે પણ આપ્યો આવો જવાબ
Jaydev Unadkat
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 10, 2021 | 4:20 PM

BCCI એ ગત શુક્રવારે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) અને ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીને લઇ ટીમ ઇન્ડીયા (Team India) નુ એલાન કરવામાં આવ્યુ હતુ. ઝડપી બોલર જયદેવ ઉનડકટ (Jaydev Unadkat) ને એલાન થયેલ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામા આવ્યો નહોતો. તેને બહાર રાખવાને લઇને પૂર્વ ક્રિકેટર ડોડા ગણેશ (Ganesh Doda) એ ટ્વીટ કર્યુ હતુ, જેની સામે ઉનડકટે પણ તેને વળતો જવાબ પાઠવ્યો હતો. ડોડા ગણેશ એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સામે સવાલ કર્યો હતો કે, ઉનડકટે ટીમમાં સ્થાન મેળવવા માટે શુ કરવુ પડી શકે છે. જેના પર ઉનડકટે પણ લખ્યુ હતુ કે, તે હાર નહી માને અને આગળની સિઝનમાં શાનદાર પ્રદર્શન કરશે.

બીસીસીઆઇ દ્રારા ટીમ ઇન્ડીયાના એલાન બાદ ડોડા ગણેશે ટ્વીટ કર્યુ હતુ કે, ભારતીય ટીમમાં સ્થાન મેળવા માટે ઉનડકટે હજુ શુ કરવુ પડી શકે છે ? તેને આ પ્રકારે નજર અંદાજ કરતો જોવો એ આશ્વર્ય પમાડનાર છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સતત સારુ પ્રદર્શન કરવા છતાં પણ તે ટીમમાં નથી. જેની પર ઉનડકટે જવાબમાં લખ્યુ હતુ કે, આપની ચિંતા થી મારુ મનોબળ વધારે વધ્યુ છે. આગળની સિઝન આવવા દેશો.

https://twitter.com/JUnadkat/status/1391250129777164291?s=20

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટીમ ઇન્ડીયા એ આગળના મહિને ઇંગ્લેંડ માં ન્યુઝીલેન્ડ સામે ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલ મેચ રમવાની છે. તેના બાદ ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ સામે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી પણ રમશે. જેના માટે બીસીસીઆઇ એ 20 સદસ્યો ની ટીમ પણ પસંદ કરી છે. આ ઉપરાંત ચાર ખેલાડીઓ ને સ્ટેન્ડ બાયના રુપે પસંદ કરવામાં આવ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">