Cricket: ઇંગ્લેંડ પ્રવાસ રોહિત શર્મા માટે પડકાર જનક રહેશે, સંજય માંજરેકરે કહ્યુ ઓપનર રુપે પરિક્ષા થશે

ટીમ ઇન્ડીયા (Team India) માટે ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ મેચ જીતવી ખૂબ જ પડકારજનક છે. જોકે ભારતીય ટીમ પણ ખૂબજ આત્મવિશ્વાસ ધરાવે છે. જોકે ન્યુઝીલેન્ડ (New Zealand)સામે જીત મેળવીને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન બનવા માટે ટીમ ઇન્ડીયાએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કરવુ પડશે.

Cricket: ઇંગ્લેંડ પ્રવાસ રોહિત શર્મા માટે પડકાર જનક રહેશે, સંજય માંજરેકરે કહ્યુ ઓપનર રુપે પરિક્ષા થશે
Rohit Sharma-sanjay Manjreker
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 16, 2021 | 12:49 PM

ટીમ ઇન્ડીયા (Team India) માટે ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ મેચ જીતવી ખૂબ જ પડકારજનક છે. જોકે ભારતીય ટીમ પણ ખૂબજ આત્મવિશ્વાસ ધરાવે છે. જોકે ન્યુઝીલેન્ડ (New Zealand)સામે જીત મેળવી ને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન બનવા માટે ટીમ ઇન્ડીયાએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કરવુ પડશે. ટીમમાં દરેક ખેલાડીએ પોતાની જવાબદારી નિભાવવી પડશે. પોતાનુ સો ટકા ક્ષમતાનુ યોગદાન રજૂ કરવુ પડશે. દરમ્યાન પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે (Sanjay Manjrekar) કહ્યુ છે કે, વિરાટ કોહલી (Virat Kohli) ગેમ ચેન્જર બની શકે છે. તો, ટીમના ઓપનર રોહિત શર્મા (Rohit Sharma ) ને લઇને તેમણે વાત કહી હતી.

પૂર્વ બેટ્સમેન સંજય માંજરેકરે રોહિત શર્માને લઇને કહ્યુ હતુ કે, આ ફાઇનલ મેચમાં એક ઓપનરના રુપમાં રોહિત શર્માની સામે મોટો પડકાર હશે. તેણે એક ટેસ્ટ ઓપનર તરીકે પોતાને અહી સાબિત કરવો પડશે. આપને બતાવી દઇએ કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી ફાઇનલ મેચ રમાઇ રહી છે. જે મેચમાં રોહિત શર્માની સાથે ભારતીય ઇનીંગની શરુઆત શુભમન ગીલ અથવા મયંક અગ્રવાલ કરી શકે છે.

માંજરેકરે કહ્યુ હતુ કે, રોહિત એ એક ટેસ્ટ ઓપનરના રુપમાં અત્યાર સુધીમાં જે પ્રકારે પ્રદર્શન કર્યુ છે, તેણે ખૂબ પ્રભાવિત કર્યા છે. જોકે ઇંગ્લીશ કંડિશનમાં ન્યુઝીલેન્ડની સામે ટેસ્ટ ઓપનરના રુપે તેની પરિક્ષા થશે. તેમણે કહ્યુ કે, કે તે હવે શરિરથી વધારે નજીક રમે છે અને પહેલા ના પ્રમાણમાં હવે ખૂબ ધૈર્ય રાખે છે. ઓફ સ્ટંપની બહાર જતા બોલને તે છોડી દે છે. તેમજ તેના પગની મુવમેન્ટ ખૂબ સારી થઇ ગઇ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તેમનુ માનવુ છે કે, જોકે ઇંગ્લેંડમાં તેની બેટીંગનો મોટો ટેસ્ટ થશે. એક બેટ્સમેનના રુપમમાં તેણે પોતાના કેરેકટરમાં મોટો બદલાવ લાવવો પડશે. જોકે એક ટેસ્ટ ઓપનરના રુપમાં રોહિત શર્મા માટે સૌથી મોટો પડકાર હશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">