Cricket: ઇંગ્લેંડમાં રમાયેલા વિશ્વકપમાં દ્રાવિડ-ગાંગુલીના શતક જોઇ જોસ બટલર ક્રિકેટર બનવા પ્રેરાયો

ઇંગ્લેંડ ક્રિકેટ ટીમ (England cricket team) ના સ્ટાર વિકેટ કિપર બેટ્સમેન જોસ બટલર (Jose Butler) વિશ્વભરમાં ચાહક વર્ગ છે, તેના ફેન્સ ભારતમાં પણ છે.

Cricket: ઇંગ્લેંડમાં રમાયેલા વિશ્વકપમાં દ્રાવિડ-ગાંગુલીના શતક જોઇ જોસ બટલર ક્રિકેટર બનવા પ્રેરાયો
Jose Butler
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 18, 2021 | 11:29 AM

ઇંગ્લેંડ ક્રિકેટ ટીમ (England cricket team) ના સ્ટાર વિકેટ કિપર બેટ્સમેન જોસ બટલર (Jose Butler) વિશ્વભરમાં ચાહક વર્ગ છે, તેના ફેન્સ ભારતમાં પણ છે. પરંતુ તેના ક્રિકેટર બનવા પાછળ આ ભારતીય દિગ્ગજોનો હાથ છે. IPL માં જોસ બટલર રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ફેન્ચાઇઝીનો હિસ્સો છે. મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ના ફેન બટલરે બતાવ્ચું હતું કે, તે કેવી રીતે ક્રિકેટર બન્યો. તેના ક્રિકેટર બનવા પાછળ રાહુલ દ્રાવિડ (Rahul Dravid) અને સૌરવ ગાંગુલી (Sourav Ganguly) નો મોટો હાથ રહ્યો છે.

1999માં વિશ્વકપ ઇંગ્લેંડમાં રમાયો હતો. તે સમયે બટલરની ઉંમર માત્ર 9 વર્ષની હતી. ત્યારે બટલરે રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીને બેટીંગ કરતા જોયા હતા. હાલમાં ત્રીસ વર્ષીય બટલર એ ભારત અને શ્રીલંકા ની વચ્ચેની વિશ્વકપની તે મેચને યાદ કરી હતી, જેમાં દ્રાવિડ અને ગાંગુલીએ શતક લગાવ્યા હતા. મેચ ટોન્ટનના કાઉન્ટી ગ્રાઉન્ડ પર રમાઇ હતી. ભારત એ તે મેચમાં અર્જૂન રણતુંગાની કેપ્ટનશીપ વાળી શ્રીલંકન ટીમને 157 રન ના મોટા અંતરથી હાર આપી હતી.

બટલરે કહ્યુ હતુ કે, તે મારી પસંદગીનુ વર્ષ હતું. તે મેચમાં દ્રાવિડ અને ગાંગુલી ના શતકે મારા પર ખુબ જ પ્રભાવ સર્જ્યો હતો. તે મેચમાં મે પ્રથમ વાર ભારતીય ફેન્સમાં ક્રિકેટને લઇને પેશન જોયું. ત્યારે મને લાગ્યુ કે, ભારતમાં વિશ્વકપ રમવો કેટલો શાનદાર રહેશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આગળ પણ બટલરે કહ્યુ કે, તે મેચની વાત કરવામાં આવે તો, ગાંગુલી અને દ્રાવિડે મળીને 318 રનની ભાગીદારી નિભાવી હતી. ગાંગુલીએ 183 રન અને દ્રાવિડે 145 રનની ઇનીંગ રમી હતી. ભારત એ શ્રીલંકાની સામે 373 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 42.3 ઓવરમાં 216 રન પર જ સમેટાઇ ગઇ હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">