Cricket: ચહલનો ખુલાસો, રવિન્દ્ર જાડેજાને લઈ કુલદિપ યાદવનું ટીમ ઇન્ડીયામાં સામેલ થવું મુશ્કેલ

ભારતીય ટીમમાંથી કુલદિપ યાદવ (Kuldeep Yadav) ને બહાર રહેવાને લઇને અનેક ચર્ચાઓ વર્તાતી રહે છે. કેટલાક ખાસ મોકા દરમ્યાન પણ કુલદિપ કોઇના કોઇ બહાને બહાર રહ્યો છે. પરિણામે આલોચકો અને વિશ્લેશકો માટે કુલદિપ યાદવ એક મુદ્દો બની રહેતો હોય છે.

Cricket: ચહલનો ખુલાસો, રવિન્દ્ર જાડેજાને લઈ કુલદિપ યાદવનું ટીમ ઇન્ડીયામાં સામેલ થવું મુશ્કેલ
Yuzvendra Chahal-Kuldeep Yadav
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 21, 2021 | 3:23 PM

ભારતીય ટીમમાંથી કુલદિપ યાદવ (Kuldeep Yadav) ને બહાર રહેવાને લઇને અનેક ચર્ચાઓ વર્તાતી રહે છે. કેટલાક ખાસ મોકા દરમ્યાન પણ કુલદિપ કોઇના કોઇ બહાને બહાર રહ્યો છે. પરિણામે આલોચકો અને વિશ્લેષકો માટે કુલદિપ યાદવ એક મુદ્દો બની રહેતો હોય છે.

કાંડાથી બોલને સ્પિન કરાવતો કુલદીપ યાદવ અને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) બંને એક સાથે ભારતીય ટીમ (Team India) માં જૂન 2019માં છેલ્લે સાથે રમ્યા હતા. ત્યાર બાદ કુલદિપના નસિબમાં દરેક મોકે તરસતા રહેવાનો જ વારો આવ્યો છે.

ઇંગ્લેંડ સામે વિશ્વકપ 2019 ની લીગ મેચ હતી, જેમાં ચહલ અને કુલદિપ યાદવ બંને સાથે સાથે રમ્યા હતા. જેમાં ચહલે વિકેટ મેળવ્યા વિના જ 88 રન લુટાવ્યા હતા. જ્યારે કુલદિપ યાદવ એ એક વિકેટ લઇને 72 રન આપ્યા હતા. બંને સ્પિનરો મર્યાદિત ઓવરોની મેચમાં લાંબો સમય સુધી ટીમમાં નિયમીત રીતે હિસ્સો રહ્યા હતા. જોકે હવે ભાગ્યે જ બંનેને સાથે રમવાનો મોકો મળી શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ભારતને આમ તો સારી સફળતા ત્યારે જ મળી હતી, જ્યારે બંને એક સાથે ટીમમાં રમતા હતા. તેમની જાણીતી બનેલી ભાગીદારીને લઇને તે જોડીને કુલ-ચા નામ પણ ઓપવામાં આવ્યુ હતુ. જોકે બંને ને હવે એક સાથે રમવાનો મોકો મળી નથી રહ્યો. જો કોઇ બંનેમાંથી એક ને મોકો મળે છે તો, એ યુઝવેન્દ્ર ચહલ છે. કારણ કે કુલદિપ યાદવ જો ટીમમાં હોય છે તો તે બેંચ પર બેઠેલો જોવા મળે છે.

આ દરમ્યાન યુઝવેન્દ્ર ચહલ એ ખુલાસો કરતા કહ્યુ છે કે, તેને અને કુલદિપને સાથે મોકો મળી શકતો હતો. મિડીયા રિપોર્ટસ મુજબ ચહલે કહ્યુ કે, ટીમ સંયોજનને લઇને બંને ને એક સાથે રમવાનો મોકો નથી મળતો. પ્લેયીંગ ઇલેવનમાં જો રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) છે, તો બંનેનુ સાથે રમવાનો સમિકરણ રચાતુ નથી. ચહલે બતાવ્યુ કે, જ્યારે હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઝડપી બોલીંગ કરવા વાળો ઓલરાઉન્ડર ટીમમાં હતો તો તેની સાથે રમવાનો મોકો મળતો હતો.

તેણે કહ્યુ કે, જ્યારે કુલદીપ યાદવ અને હું સાથે રમતા હતા તો, હાર્દિક પંડ્યા પણ હતો અને તે બોલીંગ પણ કરતો હતો. 2018માં હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થયો હતો અને રવિન્દ્ર જાડેજા એક ઓલરાઉન્ડરના રુપમાં મર્યાદિત ઓવરમાં પરત ફર્યો હતો. જે નિચલા મધ્યક્રમમાં સાતમા સ્થાને બેટીંગ કરતો હતો. દુર્ભાગ્ય થી તે એક સ્પિનર છે, જો તે ઝડપી બોલર હોત તો અમે એક સાથે રમી શકતા હોત. આ ટીમની માગ હતી.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">