Cricket: અશ્વિનને શ્રેષ્ઠ બોલર ગણાવતા, માંજરેકરે જાડેજા અને અક્ષર પટેલના પ્રદર્શનને શાનદાર ગણાવ્યા

ઓસ્ટ્રેલીયન પૂર્વ ક્રિકેટર ઇયાન ચેપલે (Ian Chappell) સ્પિનર અશ્વિન (R Ashwin) ના ખૂબ વખાણ કર્યા છે. ચેપલ એ અશ્વિનને વર્તમાન સમયમાં સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બોલરો પૈકી એક ગણાવ્યો છે. જોકે ભારતીય પૂર્વ બેટ્સમેન સંજય માંજરેકર ( Sanjay Manjrekar) અસહમતી દર્શાવી છે.

Cricket: અશ્વિનને શ્રેષ્ઠ બોલર ગણાવતા, માંજરેકરે જાડેજા અને અક્ષર પટેલના પ્રદર્શનને શાનદાર ગણાવ્યા
R Ashwin
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 06, 2021 | 12:04 PM

ઓસ્ટ્રેલીયન પૂર્વ ક્રિકેટર ઇયાન ચેપલે (Ian Chappell) સ્પિનર અશ્વિન (R Ashwin) ના ખૂબ વખાણ કર્યા છે. ચેપલએ અશ્વિનને વર્તમાન સમયમાં સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બોલરો પૈકી એક ગણાવ્યો છે. જોકે ભારતીય પૂર્વ બેટ્સમેન સંજય માંજરેકર ( Sanjay Manjrekar) અસહમતી દર્શાવી છે. સાથે જ અશ્વિનના વિદેશી મેદાનના પ્રદર્શનને લઇને પણ સવાલો ઉઠાવ્યા હતા. ચેપલે પણ વળતા જવાબમાં ગાર્નરને યાદ કરી ઉદાહરણ આપ્યુ હતુ.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, માંજરેકરે અશ્વિનના વિદેશી મેદાનમાં તેના પ્રદર્શનને લઇને સવાલો ઉઠાવ્યા હતા. માંજરેકરે કહ્યુ, ભારતીય મેદાન પર તો રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને હાલમાં અક્ષર પટેલે (Akshar Patel) પણ શાનદાર પ્રદર્શન કર્યુ છે. જેને લઇને ઇયાન ચેપલે એ વેસ્ટઇન્ડીઝના મહાન બોલર જોએલ ગાર્નરના યોગદાનને ટાંકતા યાદ કર્યુ હતુ. તેમણે કહ્યુ ક્હ્યુ કે, તેમની વિકેટોની સંખ્યા એટલા માટે ઓછી હતી, કારણ કે તેમની સાથે કેટલાક અન્ય શાનદાર બોલરો ટીમમાં સામેલ હતા.

માંજરેકરે કહ્યુ હતુ કે, જ્યારે લોકો અશ્વિનને સર્વકાલીન મહાન બોલર બતાવે છે, મને કેટલીક સમસ્યા છે. અશ્વિનની સાથે એ સમસ્યા છે કે, તેણે એસઇએનએ દેશો એટલે કે, આફ્રિકા, ઇંગ્લેંડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયામાં એક પણ વાર પાંચ વિકેટ નથી ઝડપી. જ્યારે તમે તેના ભારતીય પિચો પર દમદાર પ્રદર્શનને જોશો તો, ચાર વર્ષમાં જાડેજાની બરાબર વિકેટ મેળવી છે. ઇંગ્લેંડ સામે પાછળની સિરીઝમાં પટેલ એ તેનાથી વધારે વિકેટ ઝડપી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વેસ્ટઇન્ડીઝના ગાર્નરનુ ઉદાહરણ

માંજરેકરના તર્ક સામે ઇયાન ચેપલે ગાર્નરનુ ઉદાહરણ આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે, જો તમે ગાર્નરના પ્રદર્શનને જોશો તો, કદાચ તેણે વધારે વખત પાંચ વિકેટ નથી મેળવી. તેનો રેકોર્ડ જોશો તો વધારે પ્રભાવશાળી નહી લાગે આમ એટલા માટે છે કે, તે ટીમમાં જેતે સમયે અન્ય ત્રણ શાનદાર બોલર સામેલ હતા. મને લાગે છે કે, પાછળના કેટલાક વર્ષમાં ભારતીય બોલીંગ શાનદાર રહી છે.

ચેપલના મતે વર્તમાન પાંચ સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બોલર

ચેપલે વર્તમાન સમયના પાંચ સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બોલરોમાં, અશ્વિન ઉપરાંત ઇશાંત શર્માં અને મહંમદ શામી તેમજ કાગીસો રબાડાને સ્થાન આપ્યુ છે. જ્યારે ઓસ્ટ્રેલીયન બોલર પેટ કમિન્સને સર્વશ્રેષ્ઠ બોલરોની યાદીમાં સૌથી ઉપર રાખ્યો છે. ચેપલ ઇશાંતના છેલ્લા ત્રણ વર્ષના પ્રદર્શન થી ખૂબ પ્રભાવિત છે. તેણે આ દરમ્યાન 22 ટેસ્ટ મેચમાં 77 વિકેટ ઝડપી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">