Cricket: આઈસીસી વિશ્વકપ 2024ને લઈને મોટુ આયોજન, 20 ટીમોને મેદાને ઉતારી શકે છે

ક્રિકેટ રમનારા દેશોની સંખ્યા હાલમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી છે. જોકે આગામી વર્ષોમાં હવે ક્રિકેટનો ફેલાવો વિશ્વના અન્ય દેશોમાં પણ વિસ્તરી શકે છે. ક્રિકેટના મેદાનમાં વધુ દેશોની ટીમોને પણ ઉતરતી જોઈ શકાશે. ICC પણ હવે આ જ મુદ્દા પર આગળ ચાલી રહ્યુ છે.

Cricket: આઈસીસી વિશ્વકપ 2024ને લઈને મોટુ આયોજન, 20 ટીમોને મેદાને ઉતારી શકે છે
ICC World Cup
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 14, 2021 | 4:13 PM

ક્રિકેટ રમનારા દેશોની સંખ્યા હાલમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી છે. જોકે આગામી વર્ષોમાં હવે ક્રિકેટનો ફેલાવો વિશ્વના અન્ય દેશોમાં પણ વિસ્તરી શકે છે. ક્રિકેટના મેદાનમાં વધુ દેશોની ટીમોને પણ ઉતરતી જોઈ શકાશે. ICC પણ હવે આ જ મુદ્દા પર આગળ ચાલી રહ્યુ છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ICC પણ હવે જેન્ટલમેન ગણાતી રમતના રોમાંચને વિસ્તારવા માંગે છે. જો દાવાઓને સ્વીકારવામાં આવે તો ICC તેની શરુઆત 2024ના વર્ષથી કરી શકે છે. T20 વિશ્વકપ (World Cup)માં ICC 10ને બદલે 20 ટીમોને મેદાને ઉતારી શકે છે. મતલબ 20 દેશો તેમાં ભાગ લઈ શકે છે.

સ્પોર્ટસ મીડિયા રિપોર્ટ મુજબ આઈસીસીનું માનવુ છે કે T20 ક્રિકેટનું એવુ ફોર્મેટ છે જે વિશ્વના અન્ય દેશ પણ સરળતાથી અપનાવી શકે છે. મહિલા T20 વર્લ્ડમાં યુગાન્ડાના રુપમાં નવા દેશ જોડાવવાની શરુઆત થઈ ચુકી છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે આઈસીસીએ હાલના વર્ષોમાં વન ડે વિશ્વકપની ટીમોની સંખ્યામાં સતત કમી આવી છે. તેણે એ પગલુ બ્રોડકાસ્ટર્સની ડિમાન્ડને જોતા અપનાવ્યુ છે, જે નાના ફોર્મેટને વધારે મહત્વ આપી રહ્યા છે.

ઓલમ્પિકમાં ક્રિકેટ ફરીથી ક્યારે?

રિપોર્ટનુસાર ક્રિકેટનું ઓલમ્પિકમાં શામેલ કરવાની વાત કહેવામાં આવી છે. BCCIએ આ માટે ECBના પ્રયાસને સમર્થન પણ કર્યુ છે. રિપોર્ટ મુજબ હાલમાં થયેલી CEC બેઠકમાં ECBના ટોમ હેરીસનએ ક્રિકેટને ઓલમ્પિકમાં સામેલ કરવા માટેનો મુદ્દો ઉઠાવ્યો હતો.

BCCI એ પણ હાલમાં તેને લઈને પોતાની ઈચ્છા દર્શાવી હતી. હવે ઈન્ડીયન ઓલમ્પિક એસોશિએસન (IOC) સાથે જોડાયેલો મુદ્દો છે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડ સીધી રીતે તેમાં પડવા માંગતુ નથી. બીસીસીઆઈએ એક સ્વતંત્ર સંસ્થા છે, જ્યારે ઈન્ડીયન ઓલમ્પિક એસોસિએશન એટલે કે IOCનુ સંચાલન સરકારના હાથમાં છે. ઓલમ્પિકમાં ક્રિકેટ પ્રથમ અને અંતિમ વખતે 1998માં સામેલ કરવામાં આવ્યુ હતુ. જેને સાઉથ આફ્રિકાએ જીત્યુ હતુ.

આ પણ વાંચો: Controversy : ભારતમાં કરોડો દેવતાઓ ઓક્સિજન પેદા કરવામાં અસમર્થ છે, ચાર્લી હેબ્દો મેગેઝિનનો વિવાદ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">