ભારતીય ‘સ્પીડ ગન’ એ ઈંગ્લેન્ડમાં તબાહી મચાવી દીધી, હવે ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડી નિશાના પર

Cricket : હાલમાં ટીમ ઈન્ડિયા (Team India) ના ઘણા ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં રોકાયા છે. જેઓ અલગ-અલગ કાઉન્ટી ક્લબ (County Cricket) માં જોડાઈને પોતાની ક્ષમતા બતાવી રહ્યા છે.

ભારતીય 'સ્પીડ ગન' એ ઈંગ્લેન્ડમાં તબાહી મચાવી દીધી, હવે ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડી નિશાના પર
Navdeep Saini (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 9:34 AM

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝમાં છે. જ્યાં વનડે શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા (Team India) ઈંગ્લેન્ડનો પ્રવાસ પૂરો કરીને કેરેબિયન ટાપુઓ પર ગઈ હતી. જો કે ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં જ રહ્યા છે અને ત્યાં તેઓ પોતાનો જલવો દેખાડી રહ્યા છે. આમાંથી બે ખેલાડીઓ હાલમાં સામસામે રમી રહ્યા છે. જેમાંથી એકે પોતાની ગતિથી તબાહી મચાવી રહ્યો છે. હવે તેની નજર ટીમ ઈન્ડિયાના તેના સાથી ખેલાડી પર છે, જે સામેની ટીમ માટે મોટી ઇનિંગ્સ રમવા માટે તૈયાર છે.

સામ સામે નવદીપ સૈની અને વોશિંગટન સુંદર

ઇંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપ (County Cricket) માં સોમવાર 25 જુલાઇના રોજ લેન્કેશાયર અને કેન્ટ વચ્ચેની મેચ શરૂ થઇ હતી. આમાં ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે. ઝડપી બોલર નવદીપ સૈની (Navdeep Saini) કેન્ટ (Kent Club) માટે જ્યારે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર (Washington Sunder) લેન્કેશાયર માટે રમી રહ્યો છે. જો કે મેચનો પહેલો દિવસ વરસાદના નામે રહ્યો હતો. પરંતુ જ્યારે વરસાદ બંધ થઈ ગયા બાદ રમત શર્ય બની હતી અને ત્યારે ‘સ્પીડ ગન’ નવદીપ સૈનીનો જલવો જોવા મળ્યો હતો.

નવદીપ સૈનીએ સ્પીડથી કહેર મચાવ્યો

ગયા અઠવાડિયે તેની ઝડપી બોલિંગથી નવદીપ સૈનીએ કાઉન્ટી ક્રિકેટ (County Cricket) માં શાનદાર પદાર્પણ કર્યું હતું અને એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી. આ સાથે ભલે ટીમ ઈન્ડિયાના દરવાજા તેના માટે આટલી જલ્દી ન ખુલ્યા. પરંતુ તેને બીજી મેચમાં રમવાની તક મળી. આ વખતે પણ ઇંગ્લેન્ડના બેટ્સમેનો નવદીપ સૈની સામે ખાસ રમી શક્યા ન હતા. નવદીપ સૈનીએ પ્રથમ દિવસે ફેંકાયેસી કુલ 34.2 ઓવરમાંથી 11 ઓવર પોતે નાખી અને બેટ્સમેનોને ધૂળ ચટાડી. આ દરમિયાન સૈનીએ ટોપ ઓર્ડરની 3 વિકેટ ઝડપી હતી. જેમાં ઈંગ્લેન્ડના ટેસ્ટ બેટ્સમેન કીટન જેનિંગ્સ પણ સામેલ હતા.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

જો કે ઘણી વખત બને છે તેમ નવદીપ સૈની થોડો ખર્ચાળ સાબિત થયો. પરંતુ તેણે પોતાનું કામ કરી દીધું. 11 ઓવરમાં સૈનીએ 45 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં લેન્કેશાયરે 34.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. ટીમ માટે સુકાની સ્ટીવન ક્રોફ્ટ અને ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન અણનમ પરત ફર્યા હતા.

વોશિંગટન સુંદર અને નવદીપ સૈના વચ્ચેની ટક્કર પર નજર

હવે મેચના બીજા દિવસે એટલે કે મંગળવાર 26 જુલાઈએ સૌની નજર વોશિંગટન સુંદર અને નવદીપ સૈનીની ટક્કર પર રહેશે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આ જ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા (Team India) માટે ટેસ્ટ ડેબ્યૂ કરનાર આ બંને ખેલાડીઓએ અત્યાર સુધી કાઉન્ટીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ મેચમાં અત્યાર સુધી વોશિંગટન સુંદરે નવદીપ સૈનીના 16 બોલનો સામનો કર્યો હતો. જેમાં તેણે એક ચોગ્ગા સહિત 6 રન બનાવ્યા હતા. હવે બીજા દિવસે સૈનીની નજર એ સાબિત કરવા પર રહેશે કે તેનો સાથી ખેલાડી ટીમ ઈન્ડિયામાં ટોચ પર છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">