Corona: દર્દી માટે હરભજન સિંહે રેમડિસિવર ઇન્જેક્શન માંગ્યુ, સોનુ સૂદને ધ્યાને આવતા તુરત મોકલ્યું

આમ તો હરભજન સિંહે (Harbhajan Singh) કોરોના કાળમાં શક્ય મદદ કરી છે, તેણે પૂણેમાં કોરોના લેબને લઇને પણ મદદ કરી હતી.

Corona: દર્દી માટે હરભજન સિંહે રેમડિસિવર ઇન્જેક્શન માંગ્યુ, સોનુ સૂદને ધ્યાને આવતા તુરત મોકલ્યું
Harbhajan Singh & Sonu Sood
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 13, 2021 | 10:38 AM

આમ તો હરભજન સિંહે (Harbhajan Singh) કોરોના કાળમાં શક્ય મદદ કરી છે, તેણે પૂણેમાં કોરોના લેબને લઇને પણ મદદ કરી હતી. જોકે આ દરમ્યાન કર્ણાટક (Karnataka) માં એક દર્દીને રેમડિસિવર ઇન્જેકશન (Remdesivir Injection) ની જરુરિયાત ઉભી થઇ હતી. જેને લઇને હરભજન સિંહે દર્દીનું નામ અને હોસ્પીટલનું સરનામુ તેમજ મોબાઇલ નંબર સાથે એક ટ્વીટ કરી હતી. સાથે જ અપિલ કરી હતી કે કર્ણાટકમાં તેને ઇન્જેકશન માટે મદદ કરવામાં આવે. તો સોનુ સુદે તેની અપિલને લઇને ઇંજેક્શન પહોંચાડવાની વ્યવસ્થા કરી દીધી હતી. તેમની આ સોશિયલ મીડિયા મારફતે સહાય કરવાને લઇને ફેંસને પણ ખુબ પસંદ આવી રહી છે તેમની મદદ.

સોનુ સુદ એ હરભજન સિંહની ટ્વીટર અપિલને લઇને લખ્યું હતું કે, ભજ્જી પહોંચી જશે. હરભજન સિંહે સોનુ સુદની આ મદદને લઇને ટ્વીટર પર આભાર વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યુ હતું કે ધન્યવાદ મારા ભાઇ. ભગવાન આપને ખૂબ શક્તિ પ્રદાન કરે. સૂદના આ કામને લઇને લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. સોનુ સુદ આ પહેલા સુરેશ રૈનાને પણ મદદ કરી ચુક્યો છે. તેને રૈનાની એક ટ્વીટ કરીને પોતાની 65 વર્ષીય આન્ટી માટે ઓક્સીજન સિલીંડરની મદદ માંગી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કોરોના સંક્રમણ સામે ભારતની લડાઇને મજબૂત કરવાને લઇને બોલિવુડ અભિનેતા સોનુ સુદ ભારતના અનેક રાજ્યમાં ઓક્સીજન પ્લાન્ટ લગાવવાની યોજના બનાવી રહ્યો છે. સોનુ સુદે આ અંગે પોતે જ જાણકારી આપી હતી કે, દેશમાં ઓક્સીજનની સમસ્યાને લઇને કેટલાક પ્લાન્ટ મંગાવ્યા છે. બધુ જ સમય સાથે જ થઇ જશે. હાલમાં જોઇ રહ્યા છીએ કે, લોકોને ઓક્સિજન સિલીંડર્સ વિના સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે જ પ્રયાસ છે કે, લોકોના જીવ હવે ઓક્સીજનથી ના જાય એ પ્રયાસ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">