પેરિસમાં વેકેશન માણી રહેલા ખેલાડીને ટીમ ઈન્ડિયામાં મળી જગ્યા, કહ્યું- સારુ થયું IPL ના રમ્યો !

પેરિસમાં વેકેશન માણી રહેલા ખેલાડીને ટીમ ઈન્ડિયામાં મળી જગ્યા, કહ્યું- સારુ થયું IPL ના રમ્યો !
Cheteshwar Pujara
Image Credit source: Twitter

ટીમ ઈન્ડિયામાં (Team India) પસંદગી બાદ આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું- હું આઈપીએલમાં નેટ્સ પર રમતા ખેલાડી બનવા ઈચ્છતો ન હતો. નેટ પ્રેક્ટિસ અને મેચ પ્રેક્ટિસમાં ફરક છે.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

May 23, 2022 | 10:00 AM

એક તરફ જ્યાં ખેલાડીઓને તેમના IPL પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયામાં (Team India) જગ્યા મળી રહી છે. તેવા સમયે, એક એવો ખેલાડી છે જેને પેરિસથી સીધી જ ટીમ ઇન્ડિયાની ટિકિટ મળી છે. તેને ટીમ ઈન્ડિયામાં તેના સ્થાનની પુષ્ટિ થઈ હોવાના સમાચાર મળ્યા ત્યારે તે પેરિસમાં (Paris) રજાઓ માણી રહ્યો હતો. આ સમાચાર સાંભળીને તે આનંદથી ઉછળી પડ્યો. અને કહ્યું- સારુ થયું કે હુ IPL ના રમ્યો. કારણ કે જો હું IPL રમ્યો હોત તો કદાચ મને આ તક ના મળી હોત. તે ખેલાડી કોણ છે તે જાણવા માગો છો ? તેનું નામ છે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) જેને ટીમ ઈન્ડિયામાં ફરી તક મળી છે.

કહેવાય છે કે જે થાય છે તે સારા માટે જ થાય છે. પૂજારા સાથે પણ એવું જ થયું. આ વખતે જ્યારે IPLની મેગા ઓક્શનમાં 10માંથી કોઈ ટીમે તેના પર દાવ લગાવ્યો ન હતો, ત્યારે તે ઈંગ્લેન્ડ તરફ વળ્યો હતો. તેને સસેક્સ માટે કાઉન્ટી ક્રિકેટ રમવાની તક મળી, જેને તેણે બેટના જોરે ફાયદો ઉઠાવ્યો અને હવે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં પુનરાગમન કર્યું છે. પૂજારાએ સસેક્સ તરફથી રમાયેલી 5 કાઉન્ટી મેચોમાં 120ની એવરેજથી 720 રન બનાવ્યા છે, જેમાં બેવડી સદી અને સદી બંને જોવા મળી છે.

તમે IPL ના રમ્યા તો તમે ટીમ ઈન્ડિયામાં કેવી રીતે આવ્યા?

ટીમ ઈન્ડિયામાં પસંદગી થયા બાદ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પૂજારાએ કહ્યું, “જો હું આઈપીએલ રમ્યો હોત, તો એવી સંભાવના હતી કે હું માત્ર એક કે બે મેચ જ રમ્યો હોત. અથવા પોતાને કોઈ સ્થાન ના મળ્યું હોત. હું નેટ પર જઈને માત્ર પ્રેક્ટિસ કરતો જ જોવા મળ્યો હોત. પરંતુ મેચ પ્રેક્ટિસ અને નેટ પ્રેક્ટિસ સંપૂર્ણપણે અલગ છે. તેથી જ્યારે મેં કાઉન્ટી સાથે સોદો કર્યો, ત્યારે મારા માટે જૂની લયમાં પાછા ફરવાની આ તક મળી છે.

પૂજારા પેરિસમાં રજાઓ માણી રહ્યો છે

ચેતેશ્વર પુજારા હાલમાં સસેક્સ માટે કાઉન્ટી મેચ રમ્યા બાદ તેના પરિવાર સાથે રજાઓ પર છે. તે સોશિયલ મીડિયા પર પેરિસની મુલાકાતની પોતાની તસવીરો પણ સતત શેર કરી રહ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati