T10 League: ચેન્નાઇની ટીમ પત્તાના મહેલની માફક 57 રનમાં જ ધરાશયી, માત્ર એક જ ખેલાડી બેકી સંખ્યાએ પહોંચી શક્યો

આ મેચમાં બોલરોએ બેટ્સમેનો માટે વિકેટ પર ટકી રહેવું મુશ્કેલ બનાવી દીધું હતું અને એક પછી એક વિકેટ લેતા સમગ્ર ટીમ 10 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

T10 League: ચેન્નાઇની ટીમ પત્તાના મહેલની માફક 57 રનમાં જ ધરાશયી, માત્ર એક જ ખેલાડી બેકી સંખ્યાએ પહોંચી શક્યો
Chennai Braves vs Deccan Gladiators
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 9:30 AM

ક્રિકેટમાં આજના સમયમાં બેટ્સમેનોનો દબદબો વધુ છે. ટૂંકા ફોર્મેટમાં બેટ્સમેનોનું વર્ચસ્વ અને રનનો વરસાદ થવો સામાન્ય બાબત છે. T10 લીગ હાલમાં અબુ ધાબીમાં રમાઈ રહી છે અને અહીં પણ બેટ્સમેનો જોરદાર સ્કોર કરી રહ્યા છે. એક ઇનિંગમાં માત્ર 10 ઓવર જ રમાય છે. જો કે, 10 ઓવરમાં ટીમના તમામ બેટ્સમેનોને બેટિંગ કરવાની તક પણ મળતી નથી.

માત્ર 3-4 બેટ્સમેન જ કામ તમામ કરે છે, પરંતુ ચેન્નાઈ બ્રેવ્સ (Chennai Braves) અને ડેક્કન ગ્લેડીયેટર્સ (Deccan Gladiators) વચ્ચે રમાયેલી મેચમાં એક ટીમના તમામ બેટ્સમેનોને તક મળી હતી, તેમ છતાં ટીમ કોઈ મજબૂત સ્કોર બનાવી શકી ન હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ચેન્નાઇની ટીમ 10 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જે આશ્ચર્યજનક છે.

ડેક્કનની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ચેન્નાઈને બેટિંગ માટે બોલાવી. ચેન્નાઈની આખી ટીમ 10 ઓવરમાં 57 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમની વિકેટ એક પછી એક ઝાડ પરથી ખરી પડતાં પાંદડાની જેમ પડી રહી હતી. માત્ર એક બોલર ડબલ ફિગર સુધી પહોંચી શક્યો હતો.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

ઓપનર ભાનુકા રાજપક્ષે 10 બોલમાં બે સિક્સ અને એક ફોરની મદદથી 18 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યો નહોતો. તેના સાથી ખેલાડીઓ મોહમ્મદ શહઝાદ, એન્જેલો પરેરા, ટિયોન બેબેસ્ટર, કુર્ટિસ કેમ્ફરે છ-છ રન બનાવ્યા હતા. કેપ્ટન દાસુન શનાકાએ આઠ રન બનાવ્યા હતા.

આ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું

ડેક્કન માટે, તેના શ્રીલંકાના લેગ-સ્પિનર ​​વાનિન્દુ હસારંગાએ બે ઓવરમાં નવ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. રુમન રઈસે બે ઓવરમાં 20 રન આપીને બે વિકેટ લીધી હતી. આન્દ્રે રસેલે બે ઓવર નાખી અને માત્ર 10 રનમાં બે વિકેટ લીધી. સુલતાન અહેમદને સફળતા મળી. તેણે બે ઓવર બોલ કરતી વખતે છ રન ખર્ચ્યા હતા.

ડેક્કનને પણ મુશ્કેલી

ડેક્કન માટે 58 રનનો ટાર્ગેટ આસાન હતો, પરંતુ તેને હાંસલ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ટોમ કોહલરે પ્રથમ ઓવરના પ્રથમ બે બોલમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. પરંતુ તે પછીના બોલ પર આઉટ થઈ ગયો હતો. વિકેટકીપર ટોમ મૂર્સ માત્ર બે રન બનાવી શક્યો હતો. નજીબુલ્લા ઝાદરાને ખાતું પણ ખોલ્યું ન હતું. ઓડન સ્મિથ સાથે પણ એવું જ હતું.

બીજો ઓપનર ટોમ બેન્ટન પાંચમી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. તેણે 15 બોલમાં બે ચોગ્ગાની મદદથી 19 રન બનાવ્યા હતા. 44ના કુલ સ્કોર પર તેની વિકેટ પડી અને ત્યાં સુધીમાં ટીમની જીત નિશ્ચિત જણાતી હતી. ડેવિડ વિઝાએ ટીમને જીત તરફ દોરી હતી. તે નવ બોલમાં એક ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 20 રન બનાવીને અણનમ રહ્યો હતો. રસેલ માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો.

આ મામલા બાદ અખ્તરે એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે તેણે ચેનલમાંથી રાજીનામું આપી દીધું છે. અહીંથી આ લડાઈએ નવો વળાંક લીધો અને પછી ચેનલે અખ્તરને કરાર ભંગ બદલ કાનૂની નોટિસ મોકલી. ચેનલના જણાવ્યા અનુસાર, આ માત્ર તેની કલમોનું ઉલ્લંઘન નથી, સાથે જ તેને ઘણું આર્થિક નુકસાન પણ થયું છે.

આ પણ વાંચોઃ Suresh Raina’s Birthday: ‘મિસ્ટર IPL’ માટે છે આજે ખાસ દિવસ, ડેબ્યૂ મેચમાં જ શૂન્ય પર આઉટ થનારો આ બેટ્સમેન મિડલ ઓર્ડરમાં મજબૂત ભરોસો હતો

આ પણ વાંચોઃ IND vs RSA: ટીમ ઇન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર મંડરાયો ખતરો! કોરોના વાયરસના નવા વેરિયન્ટને લઇ આ દેશની ક્રિકેટ ટીમે સિરીઝ અધૂરી છોડી

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">