AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 ચોગ્ગા અને છગ્ગા… હરમનપ્રીત કૌરનો તોફાની ઈનિંગ, 41 બોલમાં 91 રન ફટકાર્યા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરે ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટ ટીમ સામેની T20 શ્રેણીની અંતિમ મેચમાં તોફાની ઇનિંગ રમી હતી. હરમનપ્રીત કૌરે તેની ઇનિંગમાં 15 ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા.

15 ચોગ્ગા અને છગ્ગા... હરમનપ્રીત કૌરનો તોફાની ઈનિંગ, 41 બોલમાં 91 રન ફટકાર્યા
Harmanpreet KaurImage Credit source: X
| Updated on: Oct 20, 2026 | 10:04 PM
Share

રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી T20 મેચમાં ભારતીય ટીમની સ્ટાર બેટ્સમેન હરમનપ્રીત કૌરે પોતાના બેટથી તબાહી મચાવી દીધી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી, હરમનપ્રીતે માત્ર 25 બોલમાં તોફાની રીતે પોતાની અડધી સદી પૂરી કરી. 221.95 ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી રમતી વખતે તેણીએ માત્ર 10 બોલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 91 રનની આક્રમક ઇનિંગ રમી.

T20 કારકિર્દીમાં બીજી સૌથી મોટી ઇનિંગ

હરમનપ્રીત કૌરે તાજેતરમાં ભારતીય મહિલા ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. કેપ્ટન પદ છોડ્યા પછી આ તેની પહેલી અડધી સદી હતી. આ મેચમાં હરમનપ્રીત કૌર એક અલગ જ અંદાજમાં જોવા મળી, તેણે શરૂઆતથી જ પોતાનું વિસ્ફોટક ફોર્મ દર્શાવ્યું. આ અણનમ 91 રનની ઇનિંગ તેના મહિલા T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો બીજો સૌથી મોટો સ્કોર હતો. અગાઉ, 2018 માં, તેણે ન્યૂઝીલેન્ડ સામે 103 રન બનાવ્યા હતા, જે તેની એકમાત્ર T20I સદી પણ રહી છે.

ભારતીય ટીમે 216 રન બનાવ્યા

હરમનપ્રીત કૌરની વિસ્ફોટક ઇનિંગને કારણે ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 216 રનનો જબરદસ્ત સ્કોર બનાવ્યો, જેનાથી ઝિમ્બાબ્વેને 217 રનનો વિશાળ લક્ષ્યાંક મળ્યો. આ દરમિયાન, હરમનપ્રીત કૌરે તેની T20I કારકિર્દીમાં 19મી વખત 50 રનનો આંકડો વટાવી દીધો.

શેફાલી વર્માની 69 રનની ધમાકેદાર ઇનિંગ

ભારતીય ઇનિંગની શરૂઆતથી જ બેટ્સમેનોએ આક્રમક વલણ જાળવી રાખ્યું. ઓપનર શેફાલી વર્માએ 37 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 69 રનની ધમાકેદાર ઇનિંગ રમી. તેણીએ હરમનપ્રીત કૌર સાથે ત્રીજી વિકેટ માટે 84 રન ઉમેર્યા, જેનાથી ભારતીય ટીમનો સ્કોર 150 થી વધુ થયો. આ દરમિયાન અનુષ્કા શર્માએ 20 બોલમાં 28 રન બનાવીને ભારતીય ટીમને 200 રનનો આંકડો પાર કરવામાં મદદ કરી.

IND vs NZ : ન્યૂઝીલેન્ડ પહોંચતા જ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને મળી ચેતવણી

Follow Us
ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો
ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો
ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ
ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ
ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ
મમતાની મમત છોડ્યા બાદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ, મફત જમીન આપશે
મમતાની મમત છોડ્યા બાદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ, મફત જમીન આપશે
સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ
સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ
સુરેન્દ્રનગરના પાણશીણા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ ! Video
સુરેન્દ્રનગરના પાણશીણા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ ! Video
ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત
ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત
સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, અટકેલા કાર્યો ગતિ પકડશે
સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, અટકેલા કાર્યો ગતિ પકડશે
ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા SMCના અધિકારીને બુટલેગરે માર્યો
ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા SMCના અધિકારીને બુટલેગરે માર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે દિલ્હીમાં 'મહત્વપૂર્ણ બેઠક'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે દિલ્હીમાં 'મહત્વપૂર્ણ બેઠક'
g clip-path="url(#clip0_868_265)">