
ભારતની દીકરીઓએ એ કરી બતાવ્યું જે 150 કરોડ ભારતીયો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતે મહિલા વર્લ્ડ કપ જીત્યો છે. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી ટાઈટલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું.
પહેલા બેટિંગ કરતા ભારતે 298 રન બનાવ્યા અને જવાબમાં, દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતીય બોલિંગ સામે ફાઈનલના દબાણમાં ભાંગી પડી. દક્ષિણ આફ્રિકાની ટીમ ફક્ત 246 રન જ બનાવી શકી. દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વૂલફાર્ટે સદી ફટકારી હતી પરંતુ આ ખેલાડી આઉટ થતાં જ આખી મેચ બદલાઈ ગઈ.
ભારતની જીત શેફાલી વર્મા અને દીપ્તિ શર્મા દ્વારા રચિત હતી. શેફાલીએ ફાઈનલ મેચમાં 87 રન બનાવ્યા અને બે વિકેટ લીધી, જ્યારે દીપ્તિએ 58 રન બનાવ્યા, પાંચ વિકેટ લીધી અને એક ખેલાડીને રન આઉટ પણ કર્યો.
……..
Congratulations to #TeamIndia on winning their maiden ICC Women’s Cricket World Cup
Take. A. Bow #WomenInBlue | #CWC25 | #Final | #INDvSA pic.twitter.com/rYIFjasxmc
— BCCI Women (@BCCIWomen) November 2, 2025
આ મેચમાં પણ ભારતીય ટીમ ટોસ હારી ગઈ હતી અને તે લકી સાબિત થયું હતુ. પહેલા બેટિંગ કરતા, ભારતે ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાના કારણે મજબૂત શરૂઆત કરી. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 104 રન ઉમેર્યા. સ્મૃતિ મંધાના 45 રન બનાવીને આઉટ થઈ ગઈ હોવા છતાં, શેફાલી વર્મા ક્રીઝ પર રહી, 87 રન બનાવીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. શેફાલી ઉપરાંત, દીપ્તિ શર્માએ મધ્યમ ક્રમમાં શાનદાર બેટિંગ કરી, 100 ના સ્ટ્રાઈક રેટથી 58 રન બનાવ્યા. વિકેટકીપર રિચા ઘોષે પણ 24 બોલમાં 34 રનની ઈનિંગ રમી, જેનાથી ટીમ ઈન્ડિયા 298 રન સુધી પહોંચી શકી.
બેટ્સમેન પછી, બોલરોનો વારો આવ્યો, અને બધા બોલરોએ બોલિંગ કરી. ખાસ કરીને દીપ્તિ શર્મા, શેફાલી વર્મા અને શ્રી ચર્નીએ પોતાના સ્પિનથી દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને ફસાવી દીધા. દીપ્તિ શર્માએ 9.3 ઓવરમાં 39 રન આપીને 5 વિકેટ લીધી. શ્રી ચર્નીએ 48 રન આપીને 1 વિકેટ લીધી. શેફાલી વર્માએ 36 રન આપીને 2 વિકેટ લીધી.
આ પણ વાંચો: કુલદીપ યાદવ ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરશે, અચાનક ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો, જાણો કેમ
Published On - 12:10 am, Mon, 3 November 25