BCCIએ અનુષ્કા શર્માને બનાવી કેપ્ટન, ઓલ-ફોર્મેટ શ્રેણી માટે ઈન્ડિયા A ટીમની જાહેરાત કરી

ભારતીય મહિલા ક્રિકેટમાં યુવા ખેલાડીઓને તક આપવાના હેતુથી BCCIએ ઈંગ્લેન્ડ A સામે રમાનારી ઓલ-ફોર્મેટ શ્રેણી માટે ઈન્ડિયા A ટીમની જાહેરાત કરી છે. આ શ્રેણીમાં ત્રણ T20, ત્રણ વનડે અને એક ચાર દિવસીય મેચ રમાશે. અનુષ્કા શર્માને T20 અને વનડે ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે મિન્નુ મણિ ચાર દિવસીય મેચમાં ટીમનું નેતૃત્વ કરશે.