
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2025-26 સિઝન માટે ખેલાડીઓ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ વખતે, BCCI એ આ યાદીમાં કુલ 30 ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. જોકે, BCCI એ A+ શ્રેણીને હટાવી દીધી છે. આ 30 ખેલાડીઓને ત્રણ ગ્રેડમાં વહેંચવામાં આવ્યા છે. આમાંથી, ત્રણ ખેલાડીઓને ગ્રેડ A માં, 11 ખેલાડીઓને ગ્રેડ B માં અને 16 ખેલાડીઓને ગ્રેડ C માં સ્થાન મળ્યું છે.
ભારતીય ક્રિકેટ બોર્ડે વનડે અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ગ્રેડ A માં મૂક્યા છે. આ ત્રણેય ખેલાડીઓને સૌથી વધુ પગાર મળશે. દરમિયાન, ગ્રેડ B માં વિરાટ કોહલી, રોહિત શર્મા, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શ્રેયસ અય્યરનો સમાવેશ થાય છે.
વિરાટ કોહલી અને રોહિત શર્મા અગાઉ ગ્રેડ A+ માં હતા. જોકે, બંને ખેલાડીઓ T20I અને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને ફક્ત ODI ફોર્મેટનો ભાગ છે, જેના પરિણામે તેમનું ડિમોશન થયું છે.
ગ્રેડ A : શુભમન ગિલ, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા
ગ્રેડ-B : વિરાટ કોહલી, રોહિત શર્મા, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ, શ્રેયસ અય્યર.
ગ્રેડ-C : તિલક વર્મા, અક્ષર પટેલ, શિવમ દુબે, સંજુ સેમસન, રિંકુ સિંઘ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, આકાશ દીપ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, ધ્રુવ જુરેલ, અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, ઋતુરાજ ગાયકવાડ, રવિ બિશ્નોઈ, સાઈ સુદર્શન.
ગ્રેડ-A : હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા.
ગ્રેડ-B : રેણુકા ઠાકુર, શેફાલી વર્મા, રિચા ઘોષ, સ્નેહા રાણા.
ગ્રેડ-C : રાધા યાદવ, અમનજોત કૌર, પ્રતિકા રાવલ, ક્રાંતિ ગૌર, ઉમા છેત્રી, અરુંધતી રેડ્ડી, શ્રી ચારણી, યાસ્તિકા ભાટિયા, હરલીન દેઓલ, કાશવી ગૌતમ, જી કમલિની, વૈષ્ણવી શર્મા, તેજલ.
Published On - 9:06 pm, Mon, 9 February 26