Cricketer Bishan Singh Bedi Death : ભારતીય ક્રિકેટ ટિમના ‘પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીનું નિધન, અમિત શાહે વ્યક્ત કર્યું દુ:ખ

ભૂતપૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીના નિધનને લઈ ક્રિકેટ જગત શોકમાં વ્યાપ્યો છે. મહત્વનુ છે કે ક્રિકેટરોથી લઈને રાજકારણીઓએ સોમવારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બિશન સિંહ બેદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ક્રિકેટર ઈરફાન પઠાણ અને કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર સહિત અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલી આપતા ટ્વિટ કર્યું છે અને કહ્યું કે આ સમગ્ર ક્રિકેટ જગત માટે નુકસાન છે.

Cricketer Bishan Singh Bedi Death : ભારતીય ક્રિકેટ ટિમના પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીનું નિધન, અમિત શાહે વ્યક્ત કર્યું દુ:ખ
| Edited By: | Updated on: Oct 23, 2023 | 5:20 PM

Bishan Singh Bedi નું અવસાન ભારતીય ક્રિકેટમાં એક યુગનો અંત આવ્યો તેમ કહેવાય તો ખોટું નથી.  કારણ કે તે બોલર તરીકે તેમણે નામના મેળવી હતી. જેણે વિશ્વભરના બેટ્સમેનો માટે ક્રિકેટ પિચ પર ટકી રહેવા મુશ્કેલી ઊભી કરી હતી.

Bishan Singh Bedi ના નિધનને લઈ અમિત શાહે પણ ટ્વિટ કર્યું અને કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીના નિધનથી ખૂબ જ દુઃખી છું. બેદી માત્ર ક્રિકેટની દુનિયામાં તેમના યોગદાન માટે જ નહીં પરંતુ પિચ પર જાદુ બતાવનાર કુશળ બોલિંગના માસ્ટર તરીકે પણ અમારી યાદોમાં જીવશે.

મહત્વનુ છે કે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે પણ સોશિયલ મીડિયા ટ્વિટર પર ટ્વિટ કર્યું અને કહ્યું કે, “અમારા શ્રેષ્ઠમાંથી એક બિશન સિંહ બેદી હવે નથી. આ આપણા ક્રિકેટ જગત માટે નુકસાન છે. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. મહત્વનુ છે કે અનુરાગ ઠાકુરે પણ કહ્યું કે, દેશ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બોલર તરીકે બિશન સિંહ બેદીને યાદ કરશે. બેદી હવે આપણી વચ્ચે નથી. આ ક્રિકેટ જગત માટે નુકસાન છે.

કોંગ્રેસે વક્ત કર્યું દુઃખ

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું અને કહ્યું કે ભારતના ક્રિકેટ દિગ્ગજોમાંથી એક બિશન સિંહ બેદી હતા જે હવે આપની વચ્ચે નથી રહ્યા. તે એક સારા સ્પિન બોલર હતા.

આ પણ વાંચો : વર્લ્ડ કપ વચ્ચે ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, પૂર્વ ભારતીય કેપ્ટન બિશન સિંહ બેદીનું નિધન

આ સાથે પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું, “ભારતીય ક્રિકેટના દિગ્ગજ બિશન સિંહ બેદીના નિધન વિશે જાણીને દુઃખ થયું. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને પોતાની ડાબા હાથની બોલિંગથી ભારતને ઘણી યાદગાર ક્ષણો આપી. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર અને ચાહકો માટે મારી હૃદયથી સંવેદના છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:03 pm, Mon, 23 October 23