SMAT 2021: Birth Day Boy પૃથ્વી શો ની ધમાલ, બરોડા સામે 83 રન ફટકારી મુંબઇને 82 રને અપાવી જીત, BCCI ની ગીફ્ટની જોઇ રહ્યો છે રાહ!

જન્મદિવસ હતો તો ધડાકો થયો. તો પૃથ્વી શૉ (Prithvi Shaw) એ કર્યું. હવે BCCI તરફથી મોટી ભેટની રાહ જોવાઈ રહી છે.

SMAT 2021: Birth Day Boy પૃથ્વી શો ની ધમાલ, બરોડા સામે 83 રન ફટકારી મુંબઇને 82 રને અપાવી જીત, BCCI ની ગીફ્ટની જોઇ રહ્યો છે રાહ!
પૃથ્વી શૉઃ પૃથ્વી શૉને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવે છે. તેણે તાજેતરની સિઝનમાં તેના ટીકાકારોને ખોટા સાબિત કર્યા. ઓપનરે 15 મેચમાં 479 રન બનાવ્યા હતા. તેની બેટિંગ એવરેજ અને સ્ટ્રાઈક રેટ અનુક્રમે 31.93 અને 159.13 હતો. જેમાં 4 અડધી સદીનો પણ સમાવેશ થાય છે. ડીસી ઓપનર IPL 2021માં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં સાતમા ક્રમે હતો. પાવરપ્લે ઓવરોમાં તેનો આક્રમક અભિગમ દરેક ટીમને જરૂરી છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 4:40 PM

જન્મદિવસ હતો તો ધમાલ પણ થવી જોઇએ. તો પૃથ્વી શૉ (Prithvi Shaw) એ એમ જ કર્યું. તેણે જેટલા રન ફટકાર્યા તેના કરતા મુંબઈની જીતનું માર્જિન એક રન ઓછું હતું. એટલે કે બરોડા સામે 82 રનની જીતમાં 83 રન બનાવનાર પૃથ્વી શૉ મુંબઈની જીતનો હીરો રહ્યો હતો. અદ્ભુત દેખાવ તેણે આ હીરોપંતી બતાવવા માટે કેટલો સારો દિવસ પસંદ કર્યો. આજે તેનો જન્મદિવસ છે.

શક્ય છે કે આજે ન્યુઝીલેન્ડ (New Zealand) સામેની T20 સીરીઝ માટે પણ ટીમ ઈન્ડિયા (Team India) ની પસંદગી કરવામાં આવે. એટલે કે બર્થડે બોયને પણ હવે BCCI તરફથી ગિફ્ટની જરૂર પડશે. ન્યુઝીલેન્ડ સામે પસંદ કરેલી ટીમમાં ગિફ્ટ ઓફ સ્પોટ. શક્ય છે કે બરોડા (Baroda) સામે બેટથી ધડાકો કર્યા બાદ તેને પણ આ ભેટ મળી શકે.

બરોડા સામેની મેચમાં મુંબઈની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. ગુવાહાટીના મેદાન પર રમાયેલી આ ગ્રુપ બી મેચમાં પૃથ્વી શૉએ અજિંક્ય રહાણે સાથે મળીને મુંબઈ માટે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 151 રનની જોરદાર ભાગીદારી કરી હતી. પોતાની રમતથી વિપરીત રમત રમનાર અજિંક્ય રહાણેના આઉટ થવાથી આ જોડી તૂટી ગઈ હતી અને તેણે માત્ર 45 બોલમાં 71 રન બનાવ્યા હતા. રહાણેની ઇનિંગમાં 10 બાઉન્ડ્રીનો સમાવેશ થાય છે, જેમાં 8 ફોર અને 2 સિક્સ સામેલ છે. રહાણે આઉટ થઈ ગયો હતો પરંતુ પૃથ્વી શૉ સ્થિર રહ્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પૃથ્વી શૉના જન્મદિવસ પર મોટી ધમાલ

9 નવેમ્બર 1999ના રોજ જન્મેલા એટલે કે આજના દિવસે 22 વર્ષના પૃથ્વી શૉએ મેચમાં 63 બોલનો સામનો કરીને 83 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. એટલે કે ચોગ્ગાથી જેટલા રન બનાવ્યા તેટલા સિક્સરથી. એટલે કે જો જોવામાં આવે તો શોએ પોતાની ઇનિંગમાં માત્ર 10 બોલમાં 48 રન લીધા હતા.

પૃથ્વી અને રહાણેએ જે પાયો નાખ્યો હતો તેને શિવમ દુબેએ 9 બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી અણનમ 23 રન બનાવ્યા હતા. પરિણામ એ આવ્યું કે મુંબઈએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા.

બરોડા 82 રનથી હારી ગયું, પૃથ્વી હીરો જેણે 83 રન બનાવ્યા

બરોડાની ટીમને 194 રનનો વિશાળ લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ આ મોટા ટોટલ સામે તેનો સ્કોરબોર્ડ 111 રન પર જ અટકી ગયો હતો. આ રીતે તે મુંબઈ તરફથી જીતના લક્ષ્યાંકથી 82 રન દૂર રહી હતી. બરોડાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. મુંબઈ માટે તનુસ કોટ્યાન સૌથી સફળ બોલર રહ્યો હતો જેણે 4 ઓવરમાં 16 રન આપીને 4 વિકેટ લીધી હતી. એટલે કે તેણે દર 4 રનમાં એક વિકેટ લીધી.

આ પણ વાંચોઃ Team India: રવિ શાસ્ત્રીને આશા જે કામ તેઓ ના કરી શક્યા એ રાહુલ દ્રવિડ પુરુ કરશે, 9 વર્ષથી ICC ટ્રોફી નથી મળી રહી

આ પણ વાંચોઃ T20 World Cup: મેન્ટર ધોનીથી હતી ખૂબ આશાઓ પરંતુ આમ છતાં પણ ટીમ ઇન્ડિયામાં જોવા મળી આ ભૂલો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">