AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રેકિંગ ન્યૂઝ: 22 વર્ષના ક્રિકેટ ખેલાડીનું હાર્ટ એટેકથી મોત, LIVE ક્રિકેટ મેચમાં બની ઘટના

ક્રિકેટ મેચ દરમિયાન બનતા અકસ્માતો હવે નવી વાત નથી રહી. ચાલુ મેચ દરમિયાન અથવા મેચ પહેલા કે મેચ બાદ ખેલાડીઓની તબિયત ખરાબ થવાના અને અનેકવાર મોત થવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આવી જ એક દુઃખ ઘટના વર્ષ 2023ના અંતિમ દિવસે બની હતી. મધ્યપ્રદેશમાં એક વર્ષીય ક્રિકેટરનું મેચ બાદ હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે.

બ્રેકિંગ ન્યૂઝ: 22 વર્ષના ક્રિકેટ ખેલાડીનું હાર્ટ એટેકથી મોત, LIVE ક્રિકેટ મેચમાં બની ઘટના
| Updated on: Jan 01, 2024 | 9:10 AM
Share

મધ્ય પ્રદેશના ખારગાંવ જિલ્લાના એક ગામમાં ક્રિકેટર મેચ બાદ 22 વર્ષીય યુવા ખેલાડીનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. વર્ષ 2023ના અંતિમ દિવસ એટેલે કે 31 ડિસેમ્બરના ડિયાવસે યોજાયેલ એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેચ બાદ આ ઘટના બની હતી. મૃત્યુ પામનાર ખેલાડીનું નામ ઈન્દલ સિંહ જાધવ બંજારા છે.

વર્ષના અંતિમ દિવસે બની દુઃખદ ઘટના

હવે સવાલ એ છે કે આ ઘટના ક્યારે બની? આ મેચ ક્યાં રમાઈ રહી હતી? તેથી, જેમ કે અમે પહેલાથી જ કહ્યું છે કે જે મેચમાં આ અકસ્માત થયો હતો તે મેચ 2023ના અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરે રમાઈ હતી. આ મેચ મધ્ય પ્રદેશના ખારગાંવ જિલ્લાના એક ગામમાં રમાઈ રહી હતી. મતલબ કે અકસ્માતની સાક્ષી બનેલી મેચ સ્થાનિક સ્તરે રમાઈ રહી હતી.

ક્રિકેટરનું હાર્ટ એટેકથી મોત

22 વર્ષીય ઈન્દલ સિંહ જાધવ બંજારાનું હાર્ટ એટેકના કરને મોત થયું હતું. બઢવા પોલીસ સ્ટેશન હેઠળ આવતા તેના ગામ કાટકુટમાં રમાઈ રહેલી ક્રિકેટ મેચ દરમિયાન જાધવ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેને અસ્વસ્થતા અનુભવાઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંજારાને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. બઢવા સિવિલ હોસ્પિટલના ડોક્ટર વિકાસ તલવારેએ જણાવ્યું કે બંજારાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. જોકે, મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ તેને બંજારાના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

બોલિંગ દરમિયાન છાતીમાં દુખાવો, હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત

ગામના રહેવાસી શાલિગ્રામ ગુર્જરે જણાવ્યું કે બંજારા બરખાડ ટાંડા ગામની ટીમ તરફથી રમી રહ્યો હતો. તેની ટીમે પ્રથમ બેટિંગ કરીને 70 રન બનાવ્યા હતા. જ્યારે બંજારા બોલિંગ કરવા આવ્યો ત્યારે તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી, ત્યારબાદ તેને એક ઝાડ નીચે બેસાડવામાં આવ્યો. જ્યારે ટીમ જીતી ગઈ, ત્યારે બંજારાએ તેના સાથી ખેલાડીઓને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. ત્યાં ગયા બાદ તેને બઢવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. પરંતુ સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : સિડની ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવી વોર્નરને યાદગાર વિદાય આપવા ઓસ્ટ્રેલિયાએ ટીમની કરી જાહેરાત

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">