IPL ની સફળતા જોઈ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા BCCI ના પગલે ચાલશે, BBL માટે કર્યુ મોટુ એલાન

થોડા દિવસો પહેલા, BCCI એ 48,390 કરોડ રૂપિયામાં IPL ના મીડિયા અધિકારો વેચીને ક્રિકેટ જગતમાં પોતાની શક્તિની એક ઝલક દેખાડી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ આઇપીએલ થકી અઢળક કમાણી કરી રહ્યુ છે એ જ તેની સફળતા છે

IPL ની સફળતા જોઈ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા BCCI ના પગલે ચાલશે, BBL માટે કર્યુ મોટુ એલાન
Big Bash League માં હવે આ ફેરફાર કરાશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 9:04 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ક્રિકેટ જગતમાં પોતાની ઓળખ બનાવી છે. વિશ્વભરના ક્રિકેટરો આ લીગમાં રમવાનું સપનું જુએ છે. થોડા દિવસો પહેલા, BCCI એ 48,390 કરોડ રૂપિયામાં IPLના મીડિયા અધિકારો વેચીને ક્રિકેટ જગતમાં પોતાની શક્તિની એક ઝલક દેખાડી હતી. IPL ની દિવસેને દિવસે વધતી જતી લોકપ્રિયતા અને પ્રગતિને જોઈને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) પણ તેના માર્ગે ચાલવાની તૈયારી કરી રહ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે આગામી બિગ બેશ લીગ (BBL) માં વિદેશી ખેલાડીઓની પસંદગી માટે IPL ની તર્જ પર ડ્રાફ્ટ સિસ્ટમ રજૂ કરવાની જાહેરાત કરી છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા 2008માં શરુ કરવામાં આવેલ ઈન્ડિયન પ્રીમિયર લીગ હાલમાં વિશ્વની સૌથી વધુ લોકપ્રિય લીગ છે. જેને લઈ જ દેશ વિદેશના ખેલાડીઓ તેમાં રમવા માટે ઉમટે છે. આઇપીએલ માટે હવે અઢી માસની વિન્ડો પણ આઇસીસી તરફથી મળી શકે છે.

ડિસેમ્બરમાં શરૂ થશે BBLની આગામી સિઝન

BBL ની આગામી સિઝન ડિસેમ્બરમાં શરૂ થનારી છે, જેના માટે આગામી કેટલાક મહિનામાં ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે તેવી શક્યતા છે. ડ્રાફ્ટ સિસ્ટમ મુજબ દરેક ટીમે ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ 3 ખેલાડીઓની પસંદગી કરવાની રહેશે. જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે આ ડ્રાફ્ટ વિદેશી ઉપલબ્ધ શ્રેષ્ઠ ખેલાડીઓને આકર્ષવાના અને આંતરરાષ્ટ્રીય બજારમાં BBLને વધુ સ્પર્ધાત્મક બનાવવાના ધ્યેય સાથે તૈયાર કરવામાં આવ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ડ્રાફ્ટમાં ખેલાડીઓની 4 શ્રેણી હશે. પ્રથમ પ્લેટિનમ, બીજી ગોલ્ડ, ત્રીજી સિલ્વર અને ચોથી બ્રોન્ઝ કેટેગરી હશે. જેમાં પ્લેટિનમ કેટેગરીના ક્રિકેટરોને હાઈએસ્ટ પેઈડ કેટેગરીમાં રાખવામાં આવશે. IPL એ મેચ દીઠ ખર્ચની દ્રષ્ટિએ વિશ્વની બીજી સૌથી મોટી સ્પોર્ટ્સ લીગ છે.

ઉન્મુક્ત ચંદ BBL રમનાર પ્રથમ ભારતીય પુરૂષ ક્રિકેટર છે

અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કરનાર કેપ્ટન ઉન્મુક્ત ચંદે આ વર્ષની શરૂઆતમાં મેલબોર્ન રેનેગેડ્સ માટે ડેબ્યૂ કરીને ઈતિહાસ રચ્યો હતો. ઉન્મુક્ત આ લીગમાં રમનાર પ્રથમ ભારતીય પુરૂષ ક્રિકેટર છે. વાસ્તવમાં તેણે ગયા વર્ષે ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને ત્યાર બાદ તેણે વિદેશમાં રમવાનું શરૂ કર્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટરો લાંબા સમયથી મહિલા બિગ બેશ લીગ રમી રહી છે, પરંતુ BCCI ભારતના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પુરૂષ ખેલાડીઓને વિદેશમાં ક્રિકેટ રમવાની મંજૂરી આપતું નથી.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">