ક્રિકેટનો એક નવો નિયમ સામે આવ્યો, હવે જે ચાહક કેચ પકડશે બોલ તેનો થશે
ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં એક મોટો ફેરફાર થઈ રહ્યો છે જે ચાહકોને ફાયદો કરાવી શકે છે. BBL અને WBBL આ સિઝનમાં બેઝબોલના પ્રતિષ્ઠિત ફેન કેચ નિયમને લાગુ કરવા માટે તૈયાર છે.

બિગ બેશ લીગમાં એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. જેના કારણે ચાહકોને મોટો ફાયદો મળી શકે છે. 9 નવેમ્બરથી શરુ થનારી મહિલા બિગ બૈશ લીગમાં આ નિયમ લાગુ કરવામાં આવી શકે છે. આ નિયમ લાગુ થતાં મોટી સંખ્યામાં ચાહકો ઉત્સાહની સાથે મેચ જોવા માટે આવી શકે છે. આ નિયમ માત્ર બેસબોલમાં લાગુ છે પરંતુ પહેલી વખત બિગ બૈશ લીગમાં લાગુ કરવામાં આવી રહ્યો છે. જે મુજબ જેમણે કેચ પકડ્યો બોલ તેનો થઈ જશે.
બિગ બેશમાં ક્યો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે?
આ વખતે બિગ બૈશ લીગમાં બેસબોલનો પ્રતિષ્ઠિત ફેન કેચ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. 9 નવેમ્બરથી શરુ થનારી મહિલા બિગ બેશ લીગમાં તેની શરુઆત થઈ શકે છે. આ નિયમ મુજબ કેચ દરમિયાન જો કોઈ પણ બોલ ચાહકોની પાસે પહોંચી જાય છે અને ચાહકો કેચ લે છે. તો આ બોલ પોતાની પાસે રાખી શકશે.
આ નિયમ બેસબોલ સંસ્કૃતિને દર્શાવે છે. જ્યાં ચાહકો નિયમિત રુપે ફાઉલ બોલ પકડવા માટે મોજા પહેરે છે અને સ્ટેન્ડમાં બોલ પડે તેની ઉત્સાહથી રાહ જુએ છે. ક્રિકેટમાં આ પહેલી વાર આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ વેસ્ટપેક દ્વારા સ્પોન્સર કરવામાં આવી રહ્યો છે, જે આ વર્ષની શરૂઆતમાં કોમનવેલ્થ બેંક સાથેના કરાર બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બેંક સ્પોન્સર બન્યા હતા.
એલિસ્ટેયર ડૉબ્સને શું કહ્યું, જાણો
બીબીએલના કાર્યકારી જનરલ મેનેજર એલિસ્ટેયર ડોબ્સને કહ્યું વેસ્ટપૈક કીપ ધ બોલ અમારા ઉત્સાહી ચાહકો માટે એક ઉત્સવ છે. તે રમતની નજીક આવનાર એક અવસર છે. તેમણે કહ્યું કે, વૈસ્ટપૈકની સાથે મળી કીપ ધ બોલનો નિયમ લાગુ કરવાની વાત લાંબા સમયથી ચાલી રહી હતી.
શું છે ફૈન કેચ નિયમ?
બેસબોલમાં ફૈન કેચ નિયમ અનુસાર જો સ્ટૈન્ડમાં બેસેલા ચાહકોની પાસે બોલ પહોંચી જાય છે. અને ચાહકો બોલ પકડી લે છે. તો આ બોલ ચાહકો તેની પાસે રાખી શકે છે. આ નિયમ ફૈન ઈન્ટરફેરેસ નિયમનો એક ભાગ છે. જે ત્યારે લાગુ થાય છે. જ્યારે કોઈ ચાહક કોઈ લાઈવ બોલને પકડે છે. અથવા ખેલાડીનું ધ્યાન ભંગ કરે છે, જે રમતના પરિણામને બદલી શકે છે.
