Ben Stokes : ઈંગ્લેન્ડના કેપ્ટન બન્યા બાદ બેન સ્ટોક્સ IPLનો ભાગ બનશે ? આ જવાબ આપ્યો

England Test Captain Ben Stokes : ઈંગ્લેન્ડની ટેસ્ટ (England Cricket) ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે સ્વીકાર્યું છે કે ઈંગ્લેન્ડને જીતના પાટા પર પાછું લાવવું આસાન નહીં હોય.

Ben Stokes : ઈંગ્લેન્ડના કેપ્ટન બન્યા બાદ બેન સ્ટોક્સ IPLનો ભાગ બનશે ? આ જવાબ આપ્યો
Ben Stokes (PC: ESPNcricinfo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 9:18 AM

જો રૂટ (Joe Root) એ ઇંગ્લેન્ડ ટીમની કમાન છોડી દીધા બાદ બેન સ્ટોક્સ (Ben Stokes) ઇંગ્લેન્ડ ટીમનો નવો સુકાની બનવાની જાહેરાત ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે કરી હતી. સુકાની બન્યા બાદ બેન સ્ટોક્સ પહેલીવાર મીડિયા સમક્ષ આવ્યો હતો. બેન સ્ટોક્સને ઈંગ્લેન્ડની ટેસ્ટ (England Cricket) ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તે પૂર્વ કેપ્ટન જો રૂટ (Joe Root) ના સ્થાને જવાબદારી સંભાળશે. ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યા બાદ તેણે કહ્યું કે હવે હું ટીમનો કાયમી કેપ્ટન બની ગયો છું. આવી સ્થિતિમાં મારું સમગ્ર ધ્યાન ઈંગ્લેન્ડની ટીમને કેવી રીતે જીતના માર્ગ પર પાછું લાવવું તેના પર છે.

વાસ્તવમાં જ્યારે જો રૂટ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન હતા ત્યારે બેન સ્ટોક્સ ઉપ સુકાની પદ સંભાળી રહ્યો હતો. આ સમય દરમ્યાન જ્યારે જો રૂટ ટીમની બહાર હતો ત્યારે બેન સ્ટોક્સ ટીમની કમાન સંભાળતો હતો. બેન સ્ટોક્સના નિવેદનો પરથી એવા સંકેત મળી રહ્યા છે કે જો જરૂર પડશે તો બેન સ્ટોક્સ IPL નહીં રમે.

ઇંગ્લેન્ડને જીતના માર્ગ પર પાછા લાવવું પડશે: બેન સ્ટોક્સ

અગાઉ બેન સ્ટોક્સે આઈપીએલ 2022 સીઝનમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો હતો. કારણ કે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટમાં સ્ટોક્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ત્યાર બાદ તેણે આઈપીએલની જગ્યાએ કાઉન્ટી રમવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમ તેની છેલ્લી 4 શ્રેણીમાં 3 શ્રેણી હારી છે. તે જ સમયે એક શ્રેણી છે જેમાં ટીમ 2-1 થી પાછળ રહી હતી. ભારતીય ટીમ આ શ્રેણીની બાકીની 1 મેચ રમવા માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. જોકે, બેન સ્ટોક્સે સ્વીકાર્યું હતું કે ઈંગ્લેન્ડને જીતના પાટા પર પાછું લાવવું આસાન નહીં હોય. તેણે કહ્યું કે આ એક મોટો પડકાર છે. ખાસ કરીને, છેલ્લા કેટલાક વર્ષોમાં.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

ટેસ્ટ ક્રિકેટ મારી પ્રથમ પ્રાથમિકતા: બેન સ્ટોક્સ

ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના સુકાની બેન સ્ટોક્સે કહ્યું કે ઈંગ્લેન્ડ ક્રિકેટમાં ઘણું બધું બદલવાની જરૂર છે. આ ફેરફારો મેદાનની સાથે મેદાનની બહાર પણ થશે. તે જ સમયે જ્યારે બેન સ્ટોક્સને પૂછવામાં આવ્યું કે તે આટલા વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે મર્યાદિત ઓવરોની ક્રિકેટ અને IPL વચ્ચે કેવી રીતે સંતુલન રાખશે. આ પ્રશ્નના જવાબમાં સ્ટોક્સે કહ્યું કે મારા માટે ટેસ્ટ ક્રિકેટ પ્રથમ પ્રાથમિકતા છે. મારા માટે હાલનો સમય ખૂબ જ ખુશીનો છે. પરંતુ એક પડકાર પણ છે. સ્ટોક્સે કહ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે બન્યું તેનાથી મને બહુ ફરક પડતો નથી. હું માત્ર વર્તમાન પર કામ કરવા માંગુ છું. આપણે ખરાબ સમયમાંથી ઝડપથી બહાર આવી રહ્યા છીએ. અમે તેનો અમલ શરૂ કરી દીધો છે.

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">