એશિયા કપના ટ્રોફી ચોરને મળશે કડક સજા ! બીસીસીઆઈ મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીની મુશ્કેલીઓ જલ્દી વધી શકે છે. રિપોર્ટ મુજબ તેને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાંથી કાઢવાનું બીસીસીઆઈ તૈયારી કરી રહ્યું છે.

એશિયા કપ 2025 દરમિયાન શરુ થયેલો વિવાદ હજુ સુધી બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. આ દરમિયાન એશિયા કપ ટ્રોફી મામલે એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીની મુશ્કેલી વધી શકે છે. રિપોર્ટ મુજબ તેને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાંથી કાઢવાનો પ્લાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કરી રહ્યું છે. નકવીએ એશિયા કપની ટ્રોફી હજુ સુધી બીસીસીઆઈને સોંપી નથી. આ કારણથી હવે બીસીસીઆઈ મોટું પગલું ભરવા જઈ રહ્યું છે.
શું છે બીસીસીઆઈનો પ્લાન?
પીટીઆઈના રિપોર્ટ મુજબ બીસીસીઆઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાંથી મોહસિન નકવીને આઈસીસી ડિરેક્ટર પદેથી દૂર કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે પીસીબીના અધ્યક્ષ ભારતીય ખેલાડીઓએ તેમની પાસેથી એશિયા કપ ટ્રોફી લેવાની ના પાડી હતી પછી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને એશિયા કપ ટ્રોફી સોંપવામાં અચકાઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ નકવી અડગ રહ્યા છે અને તેમણે એશિયા કપ ટ્રોફીને એસીસીના દુબઈ હેડ ઓફિસમાં તાળું મારી બંધ કરી છે.
એશિયા કપની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવી ખિતાબ પોતાને નામ કર્યો હતો પરંતુ ટીમના ખેલાડીઓ મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવાની ના પાડી હતી. ત્યારબાદ નકવી ટ્રોફીને લઈ ચર્ચામાં હતો.
ICCમાં બોર્ડ ઉઠાવશે સવાલ
પીટીઆઈના રિપોર્ટ મુજબ બીસીસીઆઈ એશિયા કપ ફાઈનલ બાદ ACC અધ્યક્ષ મોહસિન નકવીના આ કારનામાને આઈસીસી સામે ઉઠાવશે. રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે,બીસીસીઆઈ તેમને આઈસીસી ડિરેક્ટર પદ પરથી બરતરફ કરવાનો પ્રસ્તાવ મૂકી શકે છે.
રિપોર્ટ મુજબ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, એ જોવાનું બાકી છે કે, આ મામલે મોહસિન નકવી પર શું કાર્યવાહી થાય છે. મોહસિન નકવી જે કરી રહ્યો છે. તે બિલકુલ ખોટું કરી રહ્યો છે. અને બીસીસીઆઈ તેના વિરુદ્ધ કડક પગલા ભરવા જઈ રહ્યું છે. 30 સપ્ટેમ્બરના રોજ એસીસીની એજીએમમાં મોહસિન નકવીએ સ્પષ્ટ કર્યું હતુ કે, તે એશિયા કપની ટ્રોફી બીસીસીઆઈને કઈ રીતે આપશે.
નકવી ભારત વિરુદ્ધ નિવેદનો આપે છે
નકવી એસીસી પ્રમુખ તરીકેની પોતાની જવાબદારીઓ નિભાવવામાં પણ નિષ્ફળ ગયા. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ સતત રાજકીય નિવેદનો આપ્યા. એશિયા કપ પછી, એસીસીની બેઠક યોજાઈ હતી, જેના કારણે નકવી અને રાજીવ શુક્લા અને આશિષ શેલાર સહિત બીસીસીઆઈના પ્રતિનિધિઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
