બાંગ્લાદેશમાં જે થયું તે જોઈને માત્ર ક્રિકેટ ચાહકો જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ પણ ખુશ નથી. તેથી હવે તે ફુલ એક્શન મૂડમાં છે. અહેવાલ છે કે, BCCI ટૂંક સમયમાં એક બેઠક કરશે જેમાં હારના કારણોની સમીક્ષા કરવામાં આવશે. એટલે કે તેને સીધું કહીએ તો તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા ODI સીરીઝની બે બેક ટુ બેક મેચ હારી ગઈ હતી,3 વનડે સિરીઝમાં 0-2થી પાછળ રહેલી ભારતીય ટીમ પર પણ ક્લીન સ્વીપનો ખતરો મંડરાઈ રહ્યો છે.
ટીમ ઈન્ડિયાના પરફોર્મન્સ પર બીસીસીઆઈ ટુંક સમયમાં જ એક સમીક્ષા બેઠક કરશે. આ બેઠકમાં હેડ કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, વીવીએસ લક્ષ્મણ પણ સામેલ થશે. મીટિંગનો એજન્ડા સીધે સીધે બાંગ્લાદેશ પ્રવાસ પર મળેલી હાર અને તે પહેલા ટી 20 વર્લ્ડકપ 2022ની સેમીફાઈનલમાં મળેલી હાર પણ જોડાયેલી હશે. એટલે કે, ઓસ્ટ્રેલિયાથી લઈ બાંગ્લાદેશ સુધીનો હિસાબ લેવામાં આવશે.
BCCIના એક અધિકારીને લઈ ઈન્ડિયન એક્સપ્રેસે લખ્યું કે, અમે બાંગ્લાદેશના પ્રવાસ પર જતા પહેલા ભારતીય ટીમને મળી શક્યા ન હતા કારણ કે, અમારા કેટલાક અધિકારીઓ વ્યસ્ત છે પરંતુ જે રીતે ટીમ ઈન્ડિાયા બાંગ્લાદેશ પ્રવાસ પરથી પરત આવશે. અમે તેની સાથે બેઠક કરીશું, બાંગ્લાદેશમાં જે થયું તે નિરાશાજનક પ્રદર્શન છે. અમને ટીમ પાસે આવી આશા ન હતી.
ભારતીય બોર્ડના આ નિવેદનને જાણ્યા બાદ સ્પષ્ટ થાય છે કે તેને નારાજગી છે. અને એવું હોવી જોઈએ કારણ કે ભારતે 2013 થી ICC ટાઇટલ જીત્યું નથી. અમારા તમામ પ્રયાસો એ જ રાહનો અંત લાવવાના છે, જેમાં આવી હાર અવરોધો ઊભી કરી રહી છે.
જ્યાં સુધી ભારતીય ટીમની કેપ્ટનશીપની વાત છે તો રોહિત શર્મા 35 વર્ષનો થઈ ગયો છે અને અંદાજે વનડે વર્લ્ડકપ સુધી ભારતીય બોર્ડે તેમને કેપ્ટન બનાવવામાં દિલચસ્પી રાખશે. આ સિવાય હાર્દિક પંડ્યા ટી20 કેપ્ટન તરીકે કાર્યભાર સંભાળી શકશે. તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈને અત્યારે ભારતીય ક્રિકેટ ટીમની સિલેક્શન કમિટિ પણ પસંદ કરવી છે.