BCCI એ ડોમેસ્ટિક ક્રિકેટરોની મેચ ફી વધારી, જાણો હવે કયા ક્રિકેટરને કેટલા મળશે રૂપિયા ?

BCCI ના સચિવ જય શાહે સોમવારે ટ્વિટ કર્યું કે બોર્ડે સ્થાનિક ખેલાડીઓની મેચ ફી વધારવાનો નિર્ણય કર્યો છે. જાણો કેટલો વધારો થયો છે.

BCCI એ ડોમેસ્ટિક ક્રિકેટરોની મેચ ફી વધારી, જાણો હવે કયા ક્રિકેટરને કેટલા મળશે રૂપિયા ?
Board of Control for Cricket in India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 5:08 PM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India – BCCI) એ સ્થાનિક ક્રિકેટરોની મેચ ફી વધારવાનો નિર્ણય કર્યો છે. BCCIના સચિવ જય શાહે (Jay Shah) સોમવારે ટ્વિટ કર્યું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્થાનિક ખેલાડીઓની મેચ ફી વધારવાનો નિર્ણય કર્યો છે. જય શાહના જણાવ્યા અનુસાર, 40 થી વધુ મેચ રમનાર ઘરેલુ ખેલાડીઓને હવે 60,000 રૂપિયા મળશે. તો 23 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓને 25,000 રૂપિયા અને 19 વર્ષથી ઓછી ઉંમરના ક્રિકેટરોને બોર્ડ દ્વારા 20,000 રૂપિયા ફી આપવામાં આવશે.

2019-20 ડોમેસ્ટિક સીઝનમાં ભાગ લેનારા ક્રિકેટરોને કોરોના વાયરસ મહામારીને કારણે મુલતવી રાખવામાં આવેલી 2020-21 સીઝનના વળતર તરીકે વધારાની 50 ટકા મેચ ફી આપવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જય શાહે ટ્વિટ કરીને માહિતી આપી હતી બોર્ડ સચિવ જય શાહે પોતાની ટ્વીટમાં શું લખ્યું, “ઘરેલુ ક્રિકેટરો માટે મેચ ફીમાં વધારો કરવાની જાહેરાત કરતા મને આનંદ થાય છે. વરિષ્ઠ- INR 60,000 (40 મેચોથી ઉપર), 23- INR 25,000 હેઠળ, 19- INR 20,000 હેઠળ. ”

ઘરેલુ સીઝન ક્યારે શરૂ થશે ભારતની સ્થાનિક સિઝન 21 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ સિનિયર વિમેન્સ વન ડે લીગથી શરૂ થશે અને ત્યારબાદ સિનિયર વિમેન્સ વન ડે ચેલેન્જર ટ્રોફી ( Challenger Trophy ) યોજાશે, જે 27 ઓક્ટોબર, 2021 થી યોજાશે.

રણજી ટ્રોફી ક્યારે શરૂ થશે? સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ( Syed Mushtaq Ali Trophy ) 20 ઓક્ટોબર, 2021 થી શરૂ થશે, ફાઇનલ 12 નવેમ્બર, 2021 ના ​​રોજ રમાશે. કોવિડ -19 મહામારીને કારણે ગત સિઝનમાં રદ થયેલી રણજી ટ્રોફી ( Ranji Trophy ) ત્રણ મહિનામાં રમાશે. આ માટે 16 નવેમ્બર, 2021 થી 19 ફેબ્રુઆરી, 2022 સુધીનો સમયગાળો રાખવામાં આવ્યો છે. વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy ) 23 ફેબ્રુઆરી 2022 થી 26 માર્ચ 2022 સુધી રમાશે. આ ઘરેલુ સિઝનમાં પુરૂષ અને મહિલા વર્ગમાં કુલ 2127 હોમ મેચ વિવિધ વય જૂથોમાં રમાશે.

આ પણ વાંચોઃ Babul Supriyo Meets Mamata: બાબુલ સુપ્રિયો મમતા બેનર્જીને મળ્યા, કહ્યું- ‘હવે દિલથી કામ કરીશ અને ગીત ગાઈશ’

આ પણ વાંચોઃ બરોડા ડેરી વિવાદ : ડેરીના સત્તાધીશો અને ધારાસભ્યો વચ્ચે સમાધાનની બીજી બેઠક પણ નિષ્ફળ, ધારાસભ્યો ડેરીનો ઘેરાવ કરશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">