
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી ડોમેસ્ટિક સિઝન 2023-24 માટે શેડ્યૂલ જાહેર કર્યું છે. સ્થાનિક સિઝનની સૌથી પ્રીમિયર રણજી ટ્રોફી 5 જાન્યુઆરીથી શરૂ થશે. રણજી ટ્રોફી 70 દિવસ સુધી રમાશે. જ્યારે ફાઈનલ મેચ 14મી માર્ચે રમાશે. રણજી ટ્રોફીની આ રોમાંચક સિઝન માટે ગુજરાત, સૌરાષ્ટ્ર અને બરોડા ક્રિકેટ બોર્ડ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી છે.
આર્ય દેસાઈ, ક્ષિતિજ પટેલ, પ્રિયંક પંચાલ, હેત પટેલ, રિપલ પટેલ, ઉર્વીલ પટેલ (વિકેટકીપર), અક્ષર પટેલ, ચિંતન ગજા (કેપ્ટન), અરઝાન નાગવાસવાલા, રવિ બિસ્નોઈ, સનપ્રીતસિંહ બગ્ગા, સિદ્ધાર્થ દેસાઈ, મનન હિંગરાજિયા, પ્રિયાજીતસિંહ કુમાર જાડેજા, , આદિત્ય પટેલ, સ્નેહ પટેલ
વિષ્ણુ સોલંકી (કેપ્ટન), જ્યોત્સનીલ સિંહ (વાઈસ કેપ્ટન), ભાર્ગવ ભટ્ટ, લુકમાન મેરીવાલા, કૃણાલ પંડ્યા, મિતેશ પટેલ (વિકેટકીપર), કિનિત પટેલ, મહેશ પીઠિયા, પ્રત્યુષ કુમાર, અભિમન્યુસિંહ રાજપૂત, નિનાદ રાઠવા, શાશ્વત રાવત, શિવાંગ સાને, શિવાલિક શર્મા, અતિત શેઠ , સોયેબ સોપારીયા.
જયદેવ ઉનડકટ (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, અર્પિત વસાવડા, આદિત્ય જાડેજા, પાર્થ ભુત, યુવરાજસિંહ ડોડિયા, શેલ્ડન જેક્સન , ધર્મેન્દ્રસિંહ જાડેજા, હાર્વિક દેસાઈ , વિશ્વરાજસિંહ જાડેજા, ચિરાગ જાની, દેવાંગ કરમતા, કેવિનકાક, પ્રેવરાજસિંહ જાડેજા , સ્નેલ પટેલ.
રણજી ટ્રોફીમાં પણ બે વિભાગ હશે, એલિટ અને પ્લેટ, જેમાં એલિટ વિભાગમાં આઠ ટીમોના ચાર જૂથો અને પ્લેટ વિભાગમાં છ ટીમોના એક જૂથ હશે. ચુનંદા ટીમોને 10 બહુ-દિવસીય મેચો રમવાની તક મળશે, જેમાં સાત લીગ રમતોનો સમાવેશ થાય છે, ત્યારબાદ ક્વાર્ટર-ફાઇનલ, સેમિ-ફાઇનલ અને ફાઇનલનો સમાવેશ થાય છે. મર્યાદિત ઓવરોની સ્પર્ધાઓથી વિપરીત, રણજી ટ્રોફી નોકઆઉટ તબક્કા દરમિયાન ચુનંદા અને પ્લેટ ટીમોનું કોઈ એકીકરણ થશે નહીં.
આ પણ વાંચો : આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવા મામલે આ ખેલાડી છે નંબર-1, ટોપ-5માં એક ગુજ્જુ પણ સામેલ
Published On - 10:58 am, Wed, 3 January 24