AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વીડિયો : બીગ બેશ લીગમાં એક બટનથી થઈ બબાલ, અમ્પાયરે જાહેરમાં માગી માફી

આ મેચમાં મેલબર્નની ટીમે પહેલી બેટિંગ કરીને ચાર વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા.આ ટાર્ગેટનો પીછો કરતા સિડનીની ટીમ ત્રીજી ઓવરમાં મુશ્કેલીમાં દેખાય હતી. સિડનીની ઇનિંગની ત્રીજી ઓવર ચાલી રહી હતી. લેફ્ટ આર્મ સ્પિનર ​​ઇમાદ વસીમ બોલિંગ કરી રહ્યો હતો. બેટ્સમેન જેમ્સ વિન્સ સામે હતો. વસીમે શોર્ટ બોલ નાખ્યો જે વિન્સે સામે રમ્યો.

વીડિયો :  બીગ બેશ લીગમાં એક બટનથી થઈ બબાલ, અમ્પાયરે જાહેરમાં માગી માફી
bbl match melbourne stars vs sydney sixers
| Updated on: Jan 06, 2024 | 8:43 PM
Share

ક્રિકેટના મેદાન પર થર્ડ અમ્પાયરનો રોલ ખુબ મહત્વનો હોય છે. તેમાં પણ જ્યારે મેદાની અમ્પાયર કોઈ નિર્ણય ન કરી શકે તો થર્ડ અમ્પાયર તરફ સૌની નજર હોય છે પણ જો થર્ડ અમ્પાયરથી પણ નિર્ણય સંભળાવવામાં ભૂલ થાય તો શું? ઓસ્ટ્રેલિયામાં હાલમાં ચાલી રહેલા બિગ બેશ લીગમાં આવી જ એક ઘટના જોવા મળી, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેલબર્ન સ્ટાર્સ અને સિડની સિક્સર્સ વચ્ચેની મેચમાં થર્ડ અમ્પાયરથી ભૂલ થઈ, તેમણે બેટ્સમેનને નોટ આઉટના સ્થાને આઉટ જાહેર કર્યો. જેને જોતા મેદાનના અમ્પાયર અને તમામ ખેલાડીઓ ચોંકી ગયા. ભૂલથી દબાવવામાં આવેલા એક બટનના કારણે આ ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

આ મેચમાં મેલબર્નની ટીમે પહેલી બેટિંગ કરીને ચાર વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા.આ ટાર્ગેટનો પીછો કરતા સિડનીની ટીમ ત્રીજી ઓવરમાં મુશ્કેલીમાં દેખાય હતી. સિડનીની ઈનિંગની ત્રીજી ઓવર ચાલી રહી હતી. લેફ્ટ આર્મ સ્પિનર ​​ઈમાદ વસીમ બોલિંગ કરી રહ્યો હતો. બેટ્સમેન જેમ્સ વિન્સ સામે હતો. વસીમે શોર્ટ બોલ નાખ્યો જે વિન્સે સામે રમ્યો. બોલ વસીમના હાથ પર વાગ્યો અને વિકેટો પર વાગ્યો. મેલબોર્નની ટીમે રન આઉટ માટે અપીલ કરી હતી. મેદાન પરના અમ્પાયરે નિર્ણય ત્રીજા અમ્પાયરને મોકલી આપ્યો.

રિપ્લેમાં જાણવા મળ્યું કે નોન-સ્ટ્રાઈકરના છેડે ઊભેલા જોશ ફિલિપનું બેટ બોલ સ્ટમ્પ સાથે અથડાતા પહેલા જ ક્રિઝની અંદર હતું. એટલે કે તે નોટ આઉટ હતો, પરંતુ થર્ડ અમ્પાયરે નિર્ણય આઉટ આપ્યો હતો. બધાએ રિપ્લે જોયો હતો, તેથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.ઓન-ફિલ્ડ અમ્પાયરે બંને ટીમના ખેલાડીઓને રોકવા માટે કહ્યું. આ દરમિયાન ખબર પડી કે થર્ડ અમ્પાયરે ખોટું બટન દબાવ્યું હતું. તેણે તરત જ પોતાની ભૂલ સુધારી અને નિર્ણય બદલ્યો.

મેલબોર્ન તરફથી કોઈ બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યો નહોતો. ટીમ તરફથી ડેન લોરેન્સે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઇનિસ 34 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 30 બોલનો સામનો કર્યો અને તેની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા. હિલ્ટન કાર્ટરાઇટે 22 બોલમાં 29 રનની ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો આવ્યો હતો. કેપ્ટન ગ્લેન મેક્સવેલે પોતાની તોફાની શૈલીમાં બેટિંગ કરતા 14 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયામાં ભયાનક અકસ્માત, બોલ માથા પર વાગતા બેટ્સમેન પિચ પર થયો ઢેર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">