BAN vs NZ: બાંગ્લાદેશે ઘર આંગણે ન્યુઝીલેન્ડને હરાવી T20 ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાને પાછળ મુકી દીધુ, કાંગારુ ટીમને આંચકો

બાંગ્લાદેશની ટીમ T20 વિશ્વકપનુ ટ્રેલર દર્શાવી રહ્યુ હોય એમ તેની રમતનુ પ્રદર્શન કરી રહ્યુ છે. ન્યુઝીલેન્ડ પર 2-0ની લીડ લેવા પહેલા ઓસ્ટ્રેલિયાને પણ ઘર આંગણે કચડ્યુ હતુ.

BAN vs NZ:  બાંગ્લાદેશે ઘર આંગણે ન્યુઝીલેન્ડને હરાવી T20 ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાને પાછળ મુકી દીધુ,  કાંગારુ ટીમને આંચકો
Bangladesh vs New Zealand
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 9:19 AM

BAN vs NZ:  કહે છે કે ને એક તીરથી બે શિકાર. બાંગ્લાદેશે ન્યુઝીલેન્ડ (Bangladesh vs New Zealand) સામે 5 T20 શ્રેણીમાં 2-0 ની લીડ મેળવીને કંઇક આવું જ કર્યું છે. તેણે મહેમાન તરીકે આવેલા કિવીઓના ઉત્સાહને જ પરાસ્ત નથી કર્યો પરંતુ, ઓસ્ટ્રેલિયાને પણ મોટું નુકસાન કર્યું છે. બીજી રીતે કહીએ તો બાંગ્લાદેશની ટીમ T20 વર્લ્ડ કપ (T20 World Cup) નું ટ્રેલર બતાવી રહી છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે 2-0 ની લીડ મેળવી છે. તે પહેલા 5 T20 સિરીઝ માટે ઘર આંગણે બોલાવીને ઓસ્ટ્રેલિયાને પણ કચડી નાખ્યું હતુ.

શ્રેણીની પ્રથમ T20 માં 7 વિકેટની જીત નોંધાવ્યા બાદ બાંગ્લાદેશે બીજી T20 માં કિવિઝને 4 રનથી હરાવ્યુ હતુ. બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડ સામે સતત બીજી T20 જીતીને ઓસ્ટ્રેલિયાને ICC T20I Rankings માં 7 માં ક્રમે ધકેલી દીધું છે. એટલે કે, હવે તેણે 6 નંબરનું સ્થાન મેળવ્યું છે.

યજમાન બાંગ્લાદેશે બીજી T20 માં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. તેણે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 141 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશે સારી શરૂઆત કરી હતી. શરૂઆતની વિકેટ માટે 59 રનની ભાગીદારી થઇ હતી. પરંતુ તેણે જોત જોતામાં 100 રનની અંદર 3 વિકેટ ગુમાવી દીધી હતી. 100 નો સ્કોર પાર થયો હતો કે ટીમને વધુ 2 આંચકા લાગ્યા. ઓપનર મોહમ્મદ નઇમે ટીમ માટે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. તો કેપ્ટન મહમુદુલ્લાહે 32 બોલમાં 37 રનની અણનમ ઇનિંગ રમી હતી. ન્યુઝીલેન્ડ માટે રચિન રવિન્દ્ર સૌથી સફળ બોલર હતો, જેણે 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ લીધી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કેપ્ટન ઇનીંગ એળે ગઇ

હવે ન્યૂઝીલેન્ડ સામે 142 રન બનાવવાનો લક્ષ્યાંક હતો. પરંતુ આ લક્ષ્ય હાંસલ કરવામાં કિવિ ટીમ 4 રન દૂર રહી ગઇ. લક્ષ્યનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે ખરાબ શરૂઆત કરી હતી. તેની 2 વિકેટ 18 રનમાં પડી હતી. આ પછી, કેપ્ટન ટોમ લાથમે માત્ર ઇનિંગ્સ જ સંભાળી નહીં પરંતુ સ્કોર બોર્ડ વધારવાનું કામ પણ શરૂ કર્યું. પરંતુ ક્રિકેટ જેવી ટીમની રમતમાં જીત ના પ્રયાસમાં તે એકલો પડી ગયો. લાથમે 49 બોલમાં અણનમ 65 રનની કેપ્ટનશીપ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. પરંતુ આ કોશિષ ટીમને જીતવા માટે અપૂરતા સાબિત થયા.

અંતિમ બોલ પર છગ્ગો લાગી જતો તો..

જોકે મેચે રોમાંચક વળાંક લીધો હતો. ન્યુઝીલેન્ડની ટીમને અંતિમ બોલ પર છ રનની જરુર હતી. એટલે કે સિક્સરની જરુર હતી. પરંતુ, આવામાં જેમ સામાન્ય રીતે છેલ્લા બોલમાં છગ્ગો જોવા મળે છે, ન્યુઝીલેન્ડની ટીમ તે કરિશ્મા ના કરી શકી. ઈન ફોર્મ કેપ્ટન લાથમ સ્ટ્રાઇક પર હતો, છતાં તે મુસ્તફિઝુરને સિક્સર ફટકારી શક્યો ન હતો. તેણે અંતિમ બોલ પર માત્ર 1 રન બનાવ્યો હતો.

પરિણામ એ આવ્યું કે કિવિ ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 137 રન બનાવ્યા. બાંગ્લાદેશના કેપ્ટન મહમુદુલ્લાહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. કારણ કે અંતમાં તેના દ્વારા રમાયેલી ઝડપી ઇનિંગની વડે બાંગ્લાદેશ 140 રનનો આંકડો પાર કરવામાં સફળ રહ્યું હતું.

આ પણ વાંચોઃ Tokyo Paralympics : પ્રમોદ ગોલ્ડ મેડલથી એક જ કદમ દૂર, ગોલ્ડ મેડલ મેળવતા જ રચશે ઇતિહાસ

આ પણ વાંચોઃ IND vs ENG: ભારતે બીજા દિવસની રમતના અંત સુધીમાં બીજા દાવની રમતમાં વિના વિકેટે 43 રન કર્યા, લીડથી હજુ 56 રન ટીમ દુર

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">