ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરે નિવૃત્તી જાહેર કરી, ભારત સામે રમી હતી અંતિમ મેચ

રસેલ હેન્સ (Rachael Haynes) ની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 2009 માં ઈંગ્લેન્ડ સામેની ODI મેચથી શરૂ થઈ હતી અને ઓગસ્ટ 2022 માં T20I તરીકે ભારત સામે છેલ્લી મેચ રમીને સમાપ્ત થઈ હતી.

ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરે નિવૃત્તી જાહેર કરી, ભારત સામે રમી હતી અંતિમ મેચ
Rachael Haynes ઓસ્ટ્રેલિયન ટીમની ઉપકપ્તાન હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 10:35 AM

ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ (Australia Woman Cricket Team) ની વાઈસ કેપ્ટન રશેલ હેન્સે (Rachael Haynes) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વર્ષ 2009 માં ઈંગ્લેન્ડ સામેની ODI મેચથી શરૂ થઈ હતી અને ઓગસ્ટ 2022માં T20I તરીકે ભારત સામે છેલ્લી મેચ રમીને તેનો અંત આવ્યો હતો. 13 વર્ષની આ લાંબી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સફરમાં રશેલ હેન્સે વર્લ્ડ કપ (World Cup) જીતવાથી લઈને એશિઝ શ્રેણી જીતવા સુધીની ઘણી સિદ્ધિઓ નોંધી છે. જો કે હવે તેણે ઓસ્ટ્રેલિયન ટીમના વાઈસ કેપ્ટન પદે રહેતા નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે, તો શા માટે?

નિવૃત્તિ વખતે હેન્સે શું કહ્યું?

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડવાનો નિર્ણય લેવો એ રશેલ હેન્સનો વ્યક્તિગત નિર્ણય હતો. નિવૃત્તિ લેતા તેણે કહ્યું કે, મારી કારકિર્દીમાં મારી ટીમના સાથી બનેલા સાથીદારોના કારણે જ હું આટલો લાંબો સમય રમી શકી. તમે બધા મને દરરોજ પ્રેરણા આપો છો. મેં તે તમામ સાથી ખેલાડીઓ પાસેથી ઘણું શીખ્યું છે, પછી ભલે તે મેદાન પર હોય કે મેદાનની બહાર. આ શીખવાથી મને ક્રિકેટનો સંપૂર્ણ આનંદ માણવામાં મદદ મળી છે અને સૌથી અગત્યનું મને એક સારો વ્યક્તિ બનાવવામાં મદદ મળી છે.

ઓસ્ટ્રેલિયાના વર્તમાન વાઇસ-કેપ્ટન રહેલા હેન્સે પણ પોતાની ટીમની કમાન સંભાળી ચુકી છે. તેણે આ કામ 2017 ODI વર્લ્ડ કપમાં કર્યું હતું, જ્યારે મેગ લેનિંગને ખભામાં ઈજા થઈ હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

13 વર્ષ, 138 ઇનિંગ્સ અને 3800 થી વધુ રન

રશેલ હેન્સની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 13 વર્ષની હતી. આ દરમિયાન તેણે ઈન્ટરનેશનલ પીચ પર 138 ઈનિંગ્સ રમીને 3818 રન બનાવ્યા હતા. તેના નામે બે આંતરરાષ્ટ્રીય સદી છે, જે ક્રિકેટના ODI ફોર્મેટમાં આવી છે. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધા બાદ પણ રશેલ હેન્સ મહિલા બિગ બેશ લીગમાં રમતી જોવા મળશે.

છેલ્લી મેચ 7 ઓગસ્ટ 2022ના રોજ ભારત સામે રમી હતી

રશેલ હેન્સે ઓસ્ટ્રેલિયા માટે ક્રિકેટ રમતી વખતે 4 T20 વર્લ્ડ કપ, 2 ODI વર્લ્ડ કપ, કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને 3 એશિઝ ટાઇટલ જીત્યા છે. જો તેણે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ 7 જુલાઈ 2009ના રોજ ઈંગ્લેન્ડ સામે રમી હતી, તો છેલ્લી મેચ 7 ઓગસ્ટ 2022ના રોજ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં T20I તરીકે ભારત સામે રમાઈ હતી. અને, એ જ મેચના બરાબર 38 દિવસ પછી, હેન્સે હવે નિવૃત્તિની જાહેરાત કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">