ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઇ રહેલી પ્રથમ T20 મેચમાં કંઈક એવું થયું કે જેણે બધાને ચોંકાવી દીધા હતા. વિકેટકીપર મેથ્યુ વેડે (Matthew Wade) મેચ દરમિયાન તેનો કેચ પકડતા અટકાવવા માટે માર્ક વૂડનો રસ્તો રોક્યો હતો. આ પછી મેથ્યુ વેડ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા અને તેને બેઈમાન કહેવામાં આવ્યો. જોકે, આ ઘટના છતાં ઈંગ્લેન્ડ જીત્યું અને મેચ બાદ જ્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરને આ ઘટના વિશે પૂછવામાં આવ્યું તો લોકો તેનો જવાબ સાંભળીને દંગ રહી ગયા હતા. બટલરે કહ્યું કે તે વેડ સામે અપીલ કરીને કોઈ જોખમ લેવા માંગતો નથી કારણ કે તેની ટીમે ઓસ્ટ્રેલિયામાં હજુ લાંબા સમય સુધી રમવાનું છે. જોસ બટલરના આ જવાબ બાદ ભારતના પૂર્વ ક્રિકેટર અને પૂર્વ કોચ વેંકટેશ પ્રસાદે વેડ અને બટલર બંને પર નિશાન સાધ્યું હતું. પ્રસાદે વેડને અપ્રમાણિક કહ્યા અને બટલરના જવાબને પણ નકારી કાઢ્યો હતો.
પ્રસાદે ટ્વીટ કરીને લખ્યું, ‘નિરાશાજનક. એક શબ્દમાં કહું તો આ બેઇમાની છે. આ રમતની ભાવનાની વિરુદ્ધ છે અને ફિલ્ડિંગમાં અવરોધ ઉભો કરવું છે. અને જોસ બટલરે અપીલ ન કરવા માટે ધણું ખરાબ બહાનું આપ્યું છે.’
Pathetic , in one word this is Cheating, not in the spirit of the game and Obstructing the field and what a terrible excuse from Jos Buttler to not appeal. The sense of entitlement of these guys is unbelievable. Bullshitting about spirit of the game when there is no spirit. https://t.co/4WrbX7Qwb3
— Venkatesh Prasad (@venkateshprasad) October 9, 2022
ઈંગ્લેન્ડ સામે 209 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની ઈનિંગની 17 મી ઓવરમાં કંઈક એવું થયું જેને જોઈને બધા દંગ રહી ગયા. વુડનો ત્રીજો બોલ બાઉન્સર હતો, જેને વેડ બરાબર રીતે રમી શક્યો ન હતો. બોલ તેના બેટ પર સ્પર્શ કરીને તેના હેલ્મેટ સાથે અથડાયો અને ઉપર હવામાં ગયો હતો. આ દરમિયાન વુડ કેચ લેવા દોડ્યો પરંતુ વેડ તેના રસ્તામાં આવ્યો અને વેડે તેને હાથ વડે રોક્યો હતો. વુડ કેચ પકડી શક્યો ન હતો અને તમને જણાવી દઈએ કે આ ફિલ્ડિંગમાં સીધો અવરોધ ઉભો કરવાનો મામલો છે. જોકે, વિરોધી કેપ્ટન જોસ બટલરે આ માટે અપીલ કરી ન હતી.
આઇસીસી ના ફીલ્ડિંગ માં અવરોધ પહોંચાડવાના નિયમ પ્રમાણે અગર કોઇ બેટ્સમેન કોઇ પણ રીતે કોઇ ખેલાડીને કોચ પકડવામાં અવરોધ ઊભો કરે છે તો તેને આઉટ માનવામાં આવશે પછી કેચ થાય કે નહી. ઉપરાંત, જો બેટ્સમેન ફિલ્ડરના થ્રો પર બેટથી બોલને જાણી જોઈને રોકે છે, તો તેને પણ આઉટ જાહેર કરવામાં આવશે. જોકે, આ માટે વિરોધી કેપ્ટને અપીલ કરવી પડશે.