AUS vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે 146 રનનુ લક્ષ્ય હાંસલ કરતા ઓસ્ટ્રેલિયાનો દમ નિકળ્યો, 1 બોલ બાકી રહેતા મળી જીત

ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન એરોન ફિન્ચે (Aaron Finch) સૌથી વધુ 58 રન બનાવ્યા પરંતુ મેથ્યુ વેડે (Matthew Wade) ટીમ માટે મેચ પુરી કરી.

AUS vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે 146 રનનુ લક્ષ્ય હાંસલ કરતા ઓસ્ટ્રેલિયાનો દમ નિકળ્યો, 1 બોલ બાકી રહેતા મળી જીત
Australia beats West Indies by 3 wickets
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Oct 05, 2022 | 8:48 PM

ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ટૂર્નામેન્ટમાં યજમાન ઓસ્ટ્રેલિયા પર મોટો દાવ છે અને તેને ખિતાબ માટે દાવેદાર માનવામાં આવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે તેના પ્રશંસકોની સામે પોતાનું ટાઇટલ બચાવશે. પરંતુ ટીમે છેલ્લી કેટલીક મેચોમાં જીત મેળવવા માટે સંઘર્ષ કર્યો છે, પછી તે ભારત સામેની શ્રેણી હોય કે હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટી20 મેચ, જ્યાં એરોન ફિન્ચ (Aaron Finch) ની ટીમે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ (Aaron Finch) વચ્ચે ટી20 શ્રેણી રમાઈ રહી છે. જેમાં આસાન સ્કોરને આંબવા કાંગારુઓએ સંઘર્ષ કરવો પડ્યો હતો.

ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપ પહેલા છેલ્લી T20 શ્રેણી દ્વારા તેમની તૈયારીઓનું પરીક્ષણ કરી રહ્યા છે અને બુધવારે 5 ઓક્ટોબરના રોજ, ઓસ્ટ્રેલિયાના કેરેરામાં શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચમાં બંને ટીમના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બેટ્સમેનોને એક એક રન માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.

ઓસ્ટ્રેલિયાનુ દમદાર બોલિંગ પ્રદર્શન

ભારતના પ્રવાસ પર શ્રેણીમાં 1-2થી મળેલી હાર બાદ પોતાના ઘરઆંગણે પૂરી તાકાત સાથે આવેલી ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની બોલિંગ શક્તિ દેખાડી હતી. મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ અને પેટ કમિન્સની પેસ ત્રિપુટીએ શરૂઆતમાં વિન્ડીઝના બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે કાયલ મેયર્સે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા, જોકે કાંગારુઓ સામે તે ખુલીને બેટિંગ કરી શક્યો નહોતો.

કેપ્ટન નિકોલસ પૂરન પણ નિષ્ફળ રહ્યો હતો. અંતિમ ઓવરમાં ઓડિયન સ્મિથ અને જેસન હોલ્ડરે નીચેના ક્રમમાં કેટલાક ઝડપી રન બનાવી ટીમને 9 વિકેટે 145 રન સુધી પહોંચાડી દીધી હતી.

ફિન્ચે ફ્લોપ બેટિંગ ઈનીંગને સંભાળી

આ સીરીઝ સાથે સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર પણ ઓસ્ટ્રેલિયન ટીમમાં પરત ફર્યો છે, જ્યારે ભારત પ્રવાસ પર શાનદાર બેટિંગ કરનાર કેમેરોન ગ્રીનને ઓપનિંગ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં કેપ્ટન એરોન ફિન્ચે બેટિંગમાં ચોથા નંબર પર ઉતરવાનો નિર્ણય કર્યો. વેસ્ટ ઈન્ડિઝની જેમ ઓસ્ટ્રેલિયાનો ટોપ અને મિડલ ઓર્ડર ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો, પરંતુ કેપ્ટન ફિન્ચે દાવને રોકી રાખ્યો હતો.

માત્ર 58 રનમાં 5 વિકેટ ગુમાવનાર ઓસ્ટ્રેલિયન ટીમને કેપ્ટન ફિન્ચે મેથ્યુ વેડ સાથે મળીને સંભાળી હતી. બંને વચ્ચે 69 રનની ભાગીદારી થઈ હતી અને ફિન્ચે અડધી સદી પૂરી કરી હતી. તે જ સમયે, વેડે ફરીથી ફિનિશરની ભૂમિકામાં અદ્ભુત પ્રદર્શન કર્યું અને છેલ્લી ઓવરમાં ટીમને જીત અપાવી.

3 બોલમાં 2 કેચ છોડવા ભારે પડ્યા

જોકે, છેલ્લી ઓવરમાં ઘણો ડ્રામા થયો અને વેસ્ટ ઈન્ડિઝને ખરાબ ફિલ્ડિંગનો માર સહન કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયાને આ ઓવરમાં 11 રનની જરૂર હતી અને 7 વિકેટ પડી ગઈ હતી. શેલ્ડન કોટ્રેલે ઓવરના બીજા અને ચોથા બોલમાં બે વિકેટની તક ઊભી કરી હતી, પરંતુ વિન્ડીઝના ફિલ્ડરોએ આસાન કેચ છોડ્યા હતા, જેમાંથી એક વેડનો કેચ હતો. અંતે ભારે પડ્યું અને ટીમ 3 વિકેટે હારી ગઈ.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati